શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સરાહનીય કામગીરી
એસ.ઓ.જી દ્વારા શહેરમાં પિસ્તોલ અને કારતુસ વેચવા નિકળેલા યુવાનને ઝડપી પડાયો
આરોપીએ પિસ્તોલ અને કારતૂસ અઢી વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી 20 હજારમાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી
Watchgujarat. શહેરની વાઘોડિયા ચોકડી પાસે પિસ્તોલ અને 25 જીવતા કારતૂસ સાથે એક યુવાનની શહેર એસ.ઓ.જી.એ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવાન પિસ્તોલ અને કારતૂસ વેચવા માટે ફરી રહ્યો હતો. પરંતુ, તે પિસ્તોલ અને કારતૂસ વેચવામાં સફળ થાય તે પહેલાં પોલીસે દબોચી લીધો હતો.
મળેલી માહિતી મુજબ વડોદરા શહેર એસ.ઓ.જીને વાઘોડિયા ચોકડી પાસે સનમીલીન કોમ્પલેક્ષ પાસે બાઇક સાથે ઉભેલો અશોક ચોખેલાલ શર્મા (રહે- યમુનાનગર સોસાયટી ,વારસિયા રિંગ રોડ, વડોદરા) પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અશોકને ઝડપી પાડયો હતો. પોલીસે તપાસ કરતાં તેના કમરના ભાગેથી પિસ્તોલ અને ખિસ્સામાંથી જીવતા 25 કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસે રૂપિયા 20 હજારની કિંમત ધરાવતી પિસ્તોલ, રૂપિયા 2500ની કિંમતના 25 નંગ કારતૂસ , મોબાઇલ ફોન તથા બાઈક સહિત રૂપિયા 77,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાણીગેટ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેણે આ પિસ્તોલ અને કારતૂસ અઢી વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી 20 હજારમાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી.
પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલ અશોક ખરેખર કોઈને વેચવા ફરી રહ્યો હતો કે કોઈ ગુનાને અંજામ આપવા માટે પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. અથવા તો કોઇને ડિલીવરી આપવા ઉભો હતો. તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.