• કારેલીબાગ સ્થિત પાણીની ટાંકીએ આ જે બનેલી ઘટના
  • વોર્ડ નં-7ના મહિલા કાઉન્સીલરના પિતા પુત્રી કાઉન્સીલર હોવાનો અધિકારી પર રોફ ઝાડ્યો
  • મજબૂર સરકારી અધિકારી મહિલા કાઉન્સીલરના પિતાની ઉગ્ર રજૂઆત ચુપચાપ સાંભળી લીધી
  • મહિલા કાઉન્સીલરના પિતાને એટલો ખોફ છે કે, તેમની સામે સરકારી અધિકારીઓ પણ કંઇ સ્પષ્ટ બોલવા તૈયાર નથી.
કાઉન્સીલરના પિતા નરેશભાઇ રાણા

WatchGujarat. ભાજપના રાજમાં કાઉન્સીલરો, ધારાસભ્યોની સરકારી અધિકારીઓ ઉપર દાદાગીરી કરવામાં આવતી હોવાની અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યા પણ છે. વડોદરામાં હાલ પાણીનો કકળાટ ખુબ જ ચાલી રહ્યો છે. તેવામાં રાજ્ય કક્ષાના મોટા ગજાના એક નેતાના આર્શીવાદથી સૌથી નાની ઉંમરે કાઉન્સીલર બનેલી યુવતિના પતિ સરકારી અધિકારીઓ પર રોઝ ઝાડી તે કેટલુ યોગ્ય છે ? ઉલ્લેખનીય છે કે, આ કાઉન્સલીરના પિતાની દાદાગીરી સામે સરકાર અધિકારીઓ પણ ખુલીને બોલવા માટે તૈયાર નથી.

શહેરના કારેલીબાગ વિસ્તારના વોર્ડ નં-7ના મહિલા કાઉન્સીલેર ભૂમિકાબેન રાણા સૌથી નાની ઉંમરે શહેરના કાઉન્સીલર બન્યાં છે. ભૂમિકા રાણા અંગે વાત કરવામાં આવે તો તેઓ રાજકીય ક્ષેત્ર બીન અનુભવી હોવા છતાં રાજ્ય કક્ષાના એક મોટા ગજાના નેતાના આર્શીવાદથી ટિકિટ મેળવ્યા બાદ ભાજપમાં ચૂંટણી લડ્યાં અને ત્યારબાદ જંગી બહુમતી સાથે જીત પણ હાસીલ કરી હતી.

જેમ અગાઉ કહેવામાં આવ્યું છે કે, ભૂમિકા રાણાને રાજકીય ક્ષેત્ર અનુભવ ન હોવા છતાં તેઓ સૌથી નાની ઉંમરે કાઉન્સીલર બન્યાં છે. ત્યારે સ્વાભાવીક છે કે, વિસ્તારના પાણી, રોડ જેવા પ્રશ્નોના નિવારણ માટે શું કરવુ તેનુ તેઓને પુરતુ જ્ઞાન ન જ હોય, તેવામાં કાઉન્સીલરના પિતા નરેશભાઇ રાણા વહિવટ કરે તે ખોટુ પણ નથી, પરંતુ પાણીના પ્રશ્ને કાઉન્સીલરના પિતા પાણી પુરવાઠાના અધિકારી પર રોફ ઝાડી મને પુછ્યા વગર સલાટવાડાની ચાકી ખોલવી નહિ તેઓ રોફ ઝાડી અધિકારીને ઓફીસમાં બંધક બનાવવાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય છે ?

આ મામલે watchgujarat.com એ કારેલીબાગ પાણીની ટાંકી સ્થિત અધિકારી યોગેશભાઇ વસાવા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું કે, કાઉન્સીલરના પિતા અમારી પાસે આવ્યાં હતા. તેમણે ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યાર બાદ તેમને સમજાવતા માફી પણ માંગી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, તેઓ કાઉન્સીલરના પિતા છે અમારે તો નોકરી કરવાની છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આમ સમગ્ર મામલે સરકારી અધિકારી કાઉન્સીલરના પિતાની દાદાગીરી સામે પણ કંઇ સ્પષ્ટ બોલવા તૈયાર ન હતા. પરંતુ ઉપરોક્ત ઘટના તેમની સાથે આજે બની હતી, તે વાતની અસ્પષ્ટ પુષ્ટી કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud