• કોરોનાની મહામારીમાં મધ્યમ અને ગરીબ વર્ષના અનેક પરિવારોની હાલત અત્યંત કફોડી થઇ ગઇ
  • દાતાઓ પાસેથી રૂપિયા એક હજારને એકાઉન્ટ પેઇડ ચેક મેળવીને જે તે વિદ્યાર્થીની ફી માટે તેની સ્કુલમાં જમા કરાવવામાં આવતો હોય છે – નિશિતા રાજપુત
  • અગાઉ કેટલીક વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષની સ્કુલ બેગ, ચોપડા, વોટર બેગ, ગૌરી વ્રતમાં ડ્રાયફુટ, દિવાળમાં નવા કપડા પણ આપવામાં આવ્યા
  • મહિલાઓને વુમન એમ્પાવર  માટે રોજગારીની તક પણ પુરી પાડવાના પ્રયાસો

Watchgujarat. કોરોના કાળમાં ભયાનક આર્થિક ભીંસમાં મૂકાયેલા મધ્યમ અને ગરીબ વર્ગની પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરવા માટે વડોદરાની સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપૂતે ચાલુ વર્ષે એક કરોડનું લક્ષ્યાંક રાખ્યુ છે. છેલ્લા એક દાયકામાં 35,500 છોકરીઓની રૂપિયા 3.80 કરોડની સ્કૂલ ફી ભરવામાં મદદરૂપ બનેલી સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપૂતે ‘બેટી બચાવ બેટી પઢાવો’ના સુત્ર સાથે દસ વર્ષ અગાઉ 151 દિકરીઓની ફી ભરીને ઉમદા અભિયાનનો આરંભ કર્યો હતો.

ગત વર્ષે કોરોનાનો આરંભ થયો હતો તેવા સંજોગોમાં પણ રૂપિયા 55 લાખ જેટલી રકમની સ્કૂલ ફી ભરવામાં દિકરીઓને મદદ રૂપ બનેલી નિશિતા રાજપૂતે અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીમાં મધ્યમ અને ગરીબ વર્ષના અનેક પરિવારોની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે. મધ્યમ વર્ષના અનેક પરિવારોના આધાર સ્તંભ નોકરી-રોજગારી ગુમાવી ચૂક્યા છે. ગરીબોને મદદ કરવા અનેક સંસ્થાઓ આગળ આવતી હોય છે. મધ્યમ વર્ગના પરિવારની હાલત કફોડી થઇ જતી હોય છે. તેવા સંજોગોમાં તેમના સંતાનોને અભ્યાસ કરાવવો પણ તેમના માટે મુશ્કેલ બનતો હોય છે. આવા પરિવારોની દિકરીઓની સ્કૂલ ફી માટે મદદરૂપ બનવાનુ અભિયાન હાથ પર લીધુ છે.

નિશિતા રાજપૂતે વધુમાં જણાવ્યુ હતુ કે, મારી કાર્યપદ્ધતિ અત્યંત પારદર્શક છે, દાતાઓ પાસેથી રૂપિયા એક હજારને એકાઉન્ટ પેઇડ ચેક મેળવીને જે તે વિદ્યાર્થીની ફી માટે તેની સ્કુલમાં જમા કરાવવામાં આવતો હોય છે. જે તે  દાતાઓને તે વિદ્યાર્થીનીનો ફોટો, રિઝલ્ટની કોપી, તેના પરિવારની વિગતો, ચેક અને ફી રીસીપ્ટની વિગતો પહોચાડવામાં આવતી હોય છે. જેથી દાતાઓને એક અહેસાસ થતો હોય છે કે, તે કોઇ દિકરીને ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીનીના અભ્યાસ થી લઇને પરિણામની વિગતો પણ દાતાઓને મળતી રહેતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવી કેટલીક વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષની સ્કુલ બેગ, ચોપડા, વોટર બેગ, ગૌરી વ્રતમાં ડ્રાયફુટ, દિવાળમાં નવા કપડા પણ  આપવામાં આવતા હોય છે. ધોરણ દસ અને ધોરણ બારની કેટલીક વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ માટે નવા મોબાઇલ ફોન પણ આપવામાં આવ્યા હતા. કેટલીક વિદ્યાર્થીઓના નામે રૂપિયા પાંચ હજારની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી આપવામાં આવી હતી. મહિલાઓને વુમન એમ્પાવર  માટે રોજગારીની તક પણ પુરી પાડવામાં આવી હતી. તેમને પોતાના પગ પર ઉભા રહે તે માટે નવા સિલાઇ મશીન પણ આપવામાં આવતા હોય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud