• ઘરમાંથી નિકળતા ઓગ્રેનિક કચરાનો ઉપયોગ કરીને તેમાંથી ખાતર બનાવી કચરાનો ઘટાડો કરવાનો અનોખો પ્રયાસ
  • અમારી ટીમ દ્વારા અંદાજીત 2 હજાર કિલો ઓર્ગેનિક કચરામાંથી 200 કિલો જેટલું ખાતર બનાવવામાં આવ્યું – રાજસી રસ્તોગી
  • પ્રોજેક્ટ વડઆવરણ થકી લોકોને ઓર્ગેનિક કચરાનું મુલ્ય સમજાયું

WatchGujarat. વડોદરાને પ્રદુષણમાંથી મુક્ત બનાવવાના પ્રયાસના ભાગરૂપે યુવાનોએ પ્રોજેક્ટ વડઆવરણ કલેક્ટીવ (Vadaavaran Collective) શરૂ કર્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત યુવાનોની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી ઓર્ગેનીક કચરો એકત્ર કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. આમ કરવાથી શહેરમાંથી કચરાનો નિકાલ કરવો ઘટે અને ઓગ્રેનિક કચરામાંથી ખાતર બનાવી તેનો અનેક વિધ જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.

વડોદરા અને પર્યાવરણ શબ્દને જોડીને વડઆવરણ નામ રાખવામાં આવ્યું

શહેરના યુવાનો દ્વારા ઓક્ટોબર – 2020 માં પ્રોજેક્ટ વડઆવરણ શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પર્યાવરણ માટે કંઇક યોગદાન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલું વિચારમંથનના ફળ સ્વરૂપે વડઆવરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા રાજસી રસ્તોગીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા અને પર્યાવરણ શબ્દને જોડીને વડઆવરણ નામ રાખવામાં આવ્યું હતું. વડઆવરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય, ઘરમાંથી નિકળતો ઓગ્રેનિક કચરા (ફળો, શાકભાજીને ઉપયોગમાં લીધા બાદ બચેલા અવશેષો) ને કચરાપેટીમાં નાંખવાની જગ્યાએ તેના પર પ્રક્રિયા કરીને તેમાંથી ઉપયોગ કરવા લાયક ઓગ્રેનિક ખાતર બનાવવું.

ઓર્ગેનિક કચરામાંથી દોઢ મહિનાની પ્રક્રિયા બાદ ખાતર બનાવવામાં આવે છે

રાજસી રસ્તોગીએ જણાવ્યું કે, પ્રોજેક્ટ વડઆવરણમાં 12 જેટલા કોર ટીમ મેમ્બર્સ છે. અમારી ટીમ દ્વારા રેસ્ટોરેન્ટ, તથા ઘરોમાં જઇને તેમને ઓર્ગેનિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. કચરાને દોઢ મહિના સુધી વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલા ખાડામાં મુકી રાખવામાં આવે છે. ઓગ્રેનિક કચરાની સાથે સુકા પાન ભેળવવામાં આવે છે. અને સમયાંતરે કચરાને પાણી આપવામાં આવે છે, તથા તેને હવા મળી રહે તે માટે તેને ઉથલાવવામાં આવે છે. અત્યાર સુધી અમારી ટીમ દ્વારા અંદાજીત 2 હજાર કિલો ઓર્ગેનિક કચરામાંથી 200 કિલો જેટલું ખાતર બનાવવામાં આવ્યું છે. અમે જ્યાંથી કચરો એકત્ર કર્યો હોય તે લોકોને ઓર્ગેનિક ખાતર આપવામાં આવ્યું છે.

અમે એક્સપર્ટ નથી, પરંતુ અમારા સતત પ્રયોસોથી સફળતા મળી

રાજસી રસ્તોગીએ વધુમાં જણાવ્યું કે, અમે પર્યાવરણના કોઇ એક્સપર્ટ નથી. અમારે પર્યાવરણ માટે કંઇક કરવું હતું. અને અમે શરૂ કર્યું. તમામ લોકોના પ્રયાસોથી અમારો પ્રોજેક્ટ સફળ રહ્યો. જે કોઇ પણ પર્યાવરણ માટે કંઇ કરવા માંગતું હોય તેણે એક્સપર્ટ બનવાની રાહ જોયા વગર કામ શરૂ કરવું જોઇએ. અમારી ટીમનું વિઝન છે કે, જે રીતે અમે ઓર્ગેનિક કચરાનો ઉપયોગ કરીને ખાતર બનાવીએ છીએ તેવું નાનાપાયે સોસાયટીઓ વચ્ચે પણ કરી શકાય. આમ કરવાથી ઓર્ગેનિક કચરાનું મુલ્ય લોકોને સમજાયું હતું.

કોર ગૃપ અને વોલંટીયર્સની ટીમો ભેગા મળીને કામ કરે છે

રાજસી રસ્તોગીએ કહ્યું કે, અમારી ટીમ દ્વારા પ્રોજેક્ટ વડઆવરણને વધારે સારૂ બનાવવા માટે અઠવાડિયા ઓનલાઇન મુલાકાત થાય છે. તેમાં તમામ લોકો પ્રોજેક્ટને વધારે સારો બનાવવા માટે પોતાના મંતવ્ય રજુ કરતા હોય છે. આમ, કરવાથી અને દિવસેને દિવસે સારૂ કામ કરી શક્યા છીએ. 10 જેટલા લોકો અમારા કોર ગૃપમાં છે અને અમારા ડેડીકેટેડ વોટ્સઅપગૃપમાં 50 જેટલા વોલંટીયર્સ છે. જે તેમની અનુકુળતાએ અમારી સાથે જોડાય છે.

પ્રોજેક્ટ વડઆવરણની કોર ટીમના સભ્યો

અનન્યા પટેલ

રાજસી રસ્તોગી

રીધમ રસ્તોગી

કૃતિ નકુમ

જય દવે

રૂચા જોષી

સૌહાર્દ જોષી

સ્મીત ભાનુશાલી

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud