• નોટિફિકેશન મોકલીને ભેજાબાજે વારાફરથી યુવાનના બે એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા
  • ભેજાબાજે 2.24 લાખ રૂપિયા યુવાનના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યાં
  • યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ કરી

WatchGujarat. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના તુલસી ગામમાં રહેતા અને સ્ટેશનરીની દુકાનમાં કામ કરતા યુવાન સાથે 1200 રૂપિયાનું કેશબેક આપવાની લાલચ આપીને બિહારના એક ભેજાબાજે બે બેંક એકાઉન્ટમાંથી 2.24 લાખ રૂપિયા ઉપાડી લઇને ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ મામલે યુવાને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડેસર તાલુકાના તુલસી ગામમાં 26 વર્ષીય ચિરાગ પ્રવિણભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. ચિરાગ ગામમાં જ આવેલી સ્ટેશનરીની દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7 જુલાઇ 2020ના રોજ ચિરાગભાઇના મોબાઇલમાં ફોન પેના નામે એક ભેજાબાજનો ફોન આવ્યો હતો. ભેજાબાજે જણાવ્યું હતું કે, ફોન પેના કોલ સેન્ટરમાંથી બોલુ છું અને તમને એક નોટિફિકેશન મોકલુ છું તમને 1200 રૂપિયા કેશબેક મળશે.

ત્યારબાદ યુવાનના ફોન પર નોટિફિકેશન આવ્યું હતું. જેને ખોલીને યુવાને ફોનપેનો પીન નાખ્યો હતો. ત્યારે ભેજાબાજે જણાવ્યું હતું કે, તમારો ફોન સ્લો ચાલે છે. જેથી તમે મને બીજા નંબર પરથી ફોન કરો. દરમિયાન બીજો મોબાઇલ નંબર યુવાને ભેજાબાજને આપ્યો હતો. ભેજાબાજે ફરીથી ફોન કરીને કહ્યું હતું કે, ફોન ચાલુ રાખો તમને કેશબેક મળી જશે અને તમારા કપાયેલા રૂપિયા પણ રિફંડ થઈ જશે.

આ રીતે ભેજાબાજ અવારનવાર યુવાનને ફોન કરતો હતો અને કહેતો હતો કે, તમારા કપાઇ ગયેલા રૂપિયા પરત મળી જશે. સાંજે સાડા સાત વાગ્યે યુવાનના મોબાઇલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ટિંબા શાખાના એકાઉન્ટમાંથી એક પછી એક રૂપિયા ક્પાયા હોવાના મેસજ આવ્યા હતા, ત્યારબાદ બેંક ઓફ બરોડા કાકણપુર શાખાના એકાઉન્ટમાંથી પણ રૂપિયા ક્પાયા હોવાના મેસજ આવ્યા હતા. આમ ભોજવાજે યુવાનના બંને બેંકના એકાઉન્ટમાંથી રૂ. 2,24,687 ઉપાડી લીધા હતા.

બીજા દિવસે ફરીથી ફોન આવ્યો હતો કે, તમારા બેંક મેનેજરને જઇને વાત કરજો અમે પૈસા પાછા મોકલી આપીશું અને બેંકમાં જઇને ભેજાબાજના નંબરો પર ફોન કરતા ફોન ઉપાડ્યો નહોતો. જેથી ચિરાગભાઇને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. અહેસાસ થયાબાદ 8 જુલાઇ-2020ના રોજ ચિરાગભાઇએ પોતાની અરજી ડેસર પોલીસ સ્ટેશનમાં આપી હતી અને આ અરજી વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપી હતી.

સાયબર પોલીસની તપાસમાં બિહારના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું. સાયબર સેલે તપાસ કરતા 2.24 લાખ રૂપિયા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના બાબુર અલી હેમ્બ્રામ ગ્રમ(રહે, લીલાવરણ ચીલકારા, પોસ્ટ. ચુઆનપાની, બિહાર)ના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેથી ડેસર પોલીસે આ મામલે બાબુર અલી હેમબ્રામ સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud