• ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેકાવવાનો સુત્રધાર રશ્મિન પટેલના જિલ્લા પોલીસે 24 કલાકમાં ધરપકડ કરી
  • પોલીસ દ્વારા જાહેર કરાયા બાદ બીજા દિવસે રશ્મિન પટેલ ભાજપનો સભ્ય હોવાનું સામે આવ્યું
  • ઘટસ્ફોટ થયા પોલીસ દ્વારા સમજાવવામાં આવતી રશ્મિન પટેલ કોંગ્રેસ પ્રેરીત હોવાની થીયરી ખોટી પડી

વડોદરા. બે દિવસ પહેલા ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટનાના 24 કલાકમાં જિલ્લા પોલીસની ટીમે સુત્રધાર રશ્મિન પટેલની ધરપકડ કરી હતી. પરંતુ રશ્મિન પટેલનું ભાજપ કનેક્શન બહાર આવ્યું છે. રશ્મિન અગાઉ શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ રહી ચુક્યો છે. જિલ્લા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડ્યા બાદ તેના મોબાઇલમાં ઓડિયાના આધારે જાહેર કરવામાં આવેલી થીયરી ખોટી પડી હતી. જો કો પોલીસે કાવતરાખોરને પકડી પાડ્યો છે. પરંતું ચપ્પલ ફેંકનાર હજી પણ પોલીસની ધરપકડથી બહાર છે.

રાજ્યમાં 8 બેઠકો પર પેટા ચુંટણી માટે ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા કરજણ બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા ધારાસભ્ય અને હાલ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર અર્થે ડેપ્યુટી સીએમ નિતીન પટેલ આવ્યા હતા. નિતીન પટેલની જાહેર સભા બાદ પત્રકારોને સંબોધન દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાયું હતું. સમગ્ર ઘટનાના 24 કલાકમાં જ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુત્રધાર રશ્મિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અને તે ચપ્પલ મારનાર કોંગ્રેસી હોવાની થીયરી લોકો સમક્ષ રજુ કરી હતી.

 

કહેવાતા સુત્રધારની ધરપકડ બાદ બીજા દિવસે અત્યંત સ્ફોટક માહિતી બહાર આવી રહી છે. રશ્મિન પટેલ ભાજપનો સભ્ય હતો. વર્ષ 2010 માં રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતના કારોબારી સભ્ય અધ્યક્ષ પણ રહી ચુક્યો છે. એટલું જ નહિ પરંતુ રશ્મિનની પત્નિ પણ શિનોરના સરપંચ રહી ચુક્યા છે. જો કે રશ્મિન પટેલ અત્યારે કઇ પાર્ટીનો સભ્ય છે તે અંગે કોઇ પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે સત્તાપક્ષને વ્હાલા થવા માટે ઉતાવળી જાહેરાત કરી હતી,કે પછી ચપ્પલ ફેંકવાનો સંપુર્ણ મામલો સત્તાપક્ષ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુર્વનિયોજીત રીતે પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે પોલીસની કામગીરી સામે જ સવાલ ઉભા થાય તેવી સ્થિતી સર્જાઇ હોય ત્યારે તપાસ કોણ કરશે, તે સૌથી મોટા સવાલ છે. આગામી સમયમાં સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.

ભાજપ અગ્રણી સતિષ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં આંતરિક જુથવાદને કારણે મારી સામે રશ્મિન પ્રચાર કરતો હતો. 2017 માં મને હરાવવા માટે રશ્મિને પટેલે ખુબ કામ કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud