• લગ્ન બાદ ગૃહપ્રવેશ વેળાએ રમાતી ગેમમાં અશુભ કાલ્પનિક સંકેત આપતી ચીઠ્ઠી આવ્યા બાદ નવવધુના જીવનમાં સંઘર્ષ શરૂ થયો
  • સાસરીયાઓએ ફરમાન જારી કર્યું, તારા પિયરમાંથી અહિંયા કોઇ ન જોઇએ
  • સાસુ પતિની કાનભંભેરણી કરીને વાતાવરણ તંગ બનાવતી
  • સુકન્યાએ કળ થી કામ લઇ અભયમની ટીમની મદદ માંગી

WatchGujarat. ગત રોજ આજવા વડોદરા વિસ્તાર માંથી એક પરણિતા નો 181મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ આવ્યો હતો. મદદ માંગનાર મહિલાએ જણાવ્યું હતું કે, સાસરી વાળા ખુબ હેરાન કરે છે અને દહેજ માટે દબાણ કરે છે. અભયમ બાપોદ ટીમે સ્થળ પર જઈ પરિવાર ને સમજાવી સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ સુકન્યા (નામ બદલ્યું છે) ના સામાજિક રિવાજ મુજબ લગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદ ગૃહ પ્રવેશ દરમિયાન જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચીઠ્ઠી સંતાડવામાં આવી હતી. ચીઠ્ઠી ચોખા મા ચિઠ્ઠીસંતાડવામાં આવે અને વરવધુને ચોખામાં હાથ નાખી શોધવાનું જણાવવામાં આવે છે. રમતમાં કોના હાથ મા ચીઠી આવે છે તે ઉપર થી શુભ અશુભ નો કાલ્પનિક જાણકારી મેળવાય છે. જેમાં સુકન્યાના હાથમાં ચોખા મુકેલી ચિઠ્ઠી આવી જતા મારા સાસુ અને નણંદ જોર જોર થી રડવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે, તું કમભાગી છે, જેથી અમારા પરિવાર ને બહુ મોટુ નુકસાન થશે હવે પછી તારા પિયર માંથી અમારે ઘરે કોઈ આવવું જોઈએ નહીં. અને વધારે દહેજ લાવવા ફરમાન કરવામાં આવ્યું હતું.

લગ્નનાં દિવસે સુકન્યા સાથે સાસરીવાળાના વર્તનથી તે ખુબ દુખી થઇ હતી. સુકન્યાના પતિ જી આઈ ડી સી મા નોકરી કરે છ. અને સાસુની કાનભંભેરણીથી પતિ સુકન્યાને મારતો હતો. અને પિયરમાંથી દહેજ લઇને આવવા માટે દબાણ કરતો હતો.  સાસરયાઓના ત્રાસથી સુકન્યાએ અભયમની મદદ માંગી હતી.

અભયમ ટીમે સાસરીયાઓનું કાઉન્સિલીંગ કરતા જણાવ્યું હતું કે, જડ અને હેરાન થતા પ્રણાલી સાચી હોતી નથી તે માત્ર અંધશ્રદ્ધા જ છે. આવા જડ રિવાજ થી તમારા દીકરા વહુ નો સંસાર બગાડશો નહીં. પ્રેમ અને લાગણીથી પરિવારમાં શાંતિ આવે છે. વહુને આ રીતે હેરાન કરવી, દહેજ લાવવા દબાણ કરવું તે ગુનો બને છે. તમારી પુત્ર વધુ ઈચ્છે તો તમારા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ કરી શકે છે, અને તમને સજા પણ થઈ શકે. જો કે, અભયમની ટીમે સુકન્યાના સાસરીયાઓને સાચી સમજ આપતાં તેઓ એ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી. અને હવે પછી કોઈપણ પ્રકાર નું ગેરવર્તન નહીં કરીએ તેની ખાત્રી આપી હતી.

સુકન્યાએ અભયમના કાઉન્સિલીંગ બાદ જણાવ્યું કે, મારી સાસરીવાળા ને ભૂલ સમજાઈ છે જેથી આગળ કોઈ કાર્યવાહી કરવી નથી પોતાને મળેલ મદદ બદલ અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud