સિલેબસ ઘટાડવાની માંગ પર ધ્યાન ન અપાતા આખરે વિદ્યાર્થીનેતાઓએ બોંબનો સહારો લીધો
ABVP ના વિદ્યાર્થીઓ હેડ ઓફિસના રસ્તે બોમ્બ ફોડીને રજુઆત કરવા ગયા હતા
અમારી માંગણી સ્વિકારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
WatchGujarat. મહારાજા યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીનો સિલેબર્સ 50 ટકા ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બોમ્બ ફોડીને ભારે હોબાળો મચાવ્યો હતો. સિલેબર્સ ઘટાડવાની માંગ સાથે અનેકવાર રજૂઆત કરવા છતાં, સત્તાવાળાઓ દ્વારા સિલેબર્સ ઘટાડવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી વચ્ચે ઘર્ષણ થયું હતું.
કોરોના મહામારીના કારણે યુનિવર્સિટી દ્વારા ઓન લાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. પરંતુ, ઓન લાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ મળતું નથી. આથી આર્ટ્સ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં 50 ટકા સિલેબર્સ ઘટાડવાની માંગણી છેલ્લા કેટલાંક સમયથી કરવામાં આવી રહી છે. અગાઉ ABVP દ્વારા ધરણાં-પ્રદર્શન સાથે સિલેબર્સ ઘટાડવા માટેની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
તેમ છત્તા સત્તાવાળાઓ સિલેબર્સ ઘટાડવા માટે કોઇ દાદ આપવામાં ન આવતા ABVP ના વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. અને હેડ ઓફિસના માર્ગો ઉપર બોમ્બ ફોડીને હેડ ઓફિસ પાસે ગયા હતા. પરંતુ, સિક્યુરીટી દ્વારા ગેટને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી વચ્ચે ઘર્ષણ થયું હતું.
વિદ્યાર્થીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સિક્યુરીટી જવાનો સાથે ઝપાઝપી
પોસ્ટરો ઉપર વિવિધ સુત્રોચ્ચાર લખીને હેડ ઓફિસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ બહાર વી.સી.ને બોલાવો...સિલેબર્સ ઘટાડો..જેવા સુત્રોચ્ચાર કરવા સાથે કેમ્પસમાં બોમ્બ ફોડીને પોતાનો અવાજ બહેરા તંત્રના કાને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુનિવર્સિટી સિક્યુરીટી વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી જવાનો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.
આવનાર સમયમાં ઉગ્ર આંદોલનના એંધાણ
ABVP ના વિદ્યાર્થી અગ્રણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીનો સિલેબર્સ 50 ટકા કરવા માટે શાંતિથી રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ, યુનિવર્સિટી દ્વારા કોઇ દાદ આપવામાં ન આવતા આજે બોમ્બ ફોડીને યુનિવર્સિટીને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમ પછી પણ યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા અમારી માંગણી સ્વિકારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.