• મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ વેકસીન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી
  • કોરોના વેક્સિન 2 થી 8 ડીગ્રી રહી શકે તેવા આઇસ લાઈન રેફ્રિજરેટર સેન્ટ્રલ સ્ટોર ખાતે પણ ગોઠવાયા

WatchGujarat. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ વેકસીન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં છાણી ખાતે ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેન્ટ્રલ સ્ટોર આઈસ લાઈન રેફ્રિજરેટર ની સુવિધા થી સજ્જ કરવામાં આવ્યો છે. સાથે વડોદરા જિલ્લામાં પણ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે હવે કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ સફાઈ કામદાર ને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાનો પ્રારંભ તારીખ 16 મીથી શરૂ કરવામાં આવશે જેની પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ વેક્સિન માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌપ્રથમ વેક્સિન ઇન્સ્ટીટ્યુટ માંથી જે વેક્સિન નો જથ્થો પ્રાપ્ત થશે તે જાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરમાં રાખવામાં આવશે ત્યાંથી વડોદરા શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોકલવામાં આવશે તમામ હેલ્થ સેન્ટર ખાતે આઈસ લાઈન રેફ્રિજરેટર ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વેક્સિન 2 થી 8 ડીગ્રી રહી શકે તેવા આઇસ લાઈન રેફ્રિજરેટર સેન્ટ્રલ સ્ટોર ખાતે પણ ગોઠવાયા છે.

આ અંગે સેન્ટ્રલ સ્ટોર ના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર,છાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરેજ ખાતે સૌ પ્રથમ વેકસીન પહોંચશે. ત્યાર બાદ 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોગ્ય સુવિધા અને સુરક્ષા સાથે વેકસીન વડોદરા શહેરના 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની વ્યવસ્થા થશે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, રાજ્ય સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન મુજબ પ્રથમ તબક્કામાં 16 તારીખે પહેલા હેલ્થ કેર વર્કર્સને કોવિડ વેકસીન અપાશે. જેમાં 17000 હેલ્થ કેર વર્કર્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા ના 50 પી.એચ.સી સેન્ટર ખાતે પણ વેકસીન પહોંચાડવા માટે ની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud