કૈલાશ જાધવ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ફરાર થયો હતો
જીમ ટ્રેનરોના પગાર પેટેના પૈસા ચુકવવામાં ઠાગા ઠૈયા કરતો
ઠગ કૈલાશ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા તેની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે
WatchGujarat. Alivez Gym જીમમાં પાર્ટનર સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર કૈલાશ જાઘવે જીમમાં કામ કરતા ટ્રેનરોની લાખો રૂપિયાના પગાર ન ચુકવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ટીમ લીડર મહંમદ તસ્લીમ યુનુશ પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ઠગ કૈલાશની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે તેમ છે. પહેલી ફરિયાદ નોંધાયા બાદ 1 સપ્ટેમ્બર, 19 થી કૈલાશ જાધવ ફરાર છે.
આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ નજીક આવેલા એલાઇવ્ઝ જીમના કૈલાશ જાધવ અને ડો. દેવાંગ શાહ પાર્ટનર હતા. શરૂઆતથી જ હિસાબ મામલે કૈલાશ જાધવ, પાર્ટનર ડો. દેવાંગ શાહને ગોળ ગોળ ફેરવતો હતો. જુઠા વાયદાઓથી ત્રસ્ત ડો. દેવાંગ શાહે જીમના એકાઉન્ટ બુકનું ઓડિટ કરાવતા કૈલાશ દ્વારા કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યું હતું. કોઇ નક્કર જવાબ ન મળતા ડો. દેવાંગ શાહે, કૈલાશ જાધવ વિરૂદ્ધ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદથી લઇને આજદિન સુધી કરોડોની ઠગાઇ કરનાર કૈલાશ જાધવ પોલીસની ધરપકડથી દુર છે.
પોલીસ ફરિયાદ અનુસાર, મહંમદ તસ્લીમ યુનુશ પટેલ (ઉં-39) રહે - ગુલીસ્તાન બંગ્લોઝ, મકરંદ દેસાઇ રોડ, જે.પી. પોલીસ રહે છે. વર્ષ 2015 થી 2020 સુધી તે એલાઇવ્ઝ જીમમાં ટ્રેનર અને ટીમ લીડર તરીકે જોડાયા હતા. દરમિયાન લોકડાઉન પહેલા અને ત્યાર બાદના સમયગાળા દરમિયાન કામગીરીના રૂ. 1.49 લાખ પગાર પેટે બાકી નિકળતા હતા. પૈસાની માંગણી કરતા કૈલાશ જવાબ આપતો હતો કે, હાલમાં નાણાંની સગવડ નથી. તમારી સેલેરીના બાકી નિકળતા નાણાં છોડાક દિવસાં આપી દઇશું. જો કે આશ્વાસન મળ્યુ પરંતુ ત્યાર બાદ પણ પૈસા ચુકવ્યા ન હતા. ઠગ કૈલાશ જાધવ એક પછી એક કારણો આગળ ધરીને પગાર ચુકવવા માટે ટલ્લાવતો હતો.
કેલાશ જાધવ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઠગ કૈલાશ જાધવ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ભાગેડુની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે તેમ છે.
જીમ ટ્રેનરોના કુલ મળીને રૂ. 10.49 લાખ જેટલા બાકી નિકળે છે
એલાઇન્ઝ જીમમાં મહંમદ તસ્લીમ યુનુશ પટેલ ટીમ લીડર તરીકે જોડાયો હતો. તેના પગાર પેટે બાકી નિકળતા પૈસાની સાથે સાથે અન્ય લોકોના પૈસાની પણ ચુકવણી કરવામાં આવી ન હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જીમમાં કામ કરતા વિન્ની ગજાનંદ નિમશે, સાજીદખાન હુસેનખાન પઠાણ, સોહેલ ગુલામભાઇ પટેલ, સતિષ સિવાજી પોવર, નવાઝ ઇસત્યાક મિર્ઝા, તોસિફ યુનુસ પટેલ, અમી માર્થક, નિલેશ મકવાણા, જય દરબાર, કેતન રાણા સહિતના લોકો કામ કરા હતા. તમામના કુલ મળીને 10.49 લાખ બાકીના પૈસા ચુકવવાના નિકળે છે.
નોંધ - રેસકોર્સ સર્કલ ખાતે કાર્યરત Alivez Gym થોડાક સમય પહેલા બંધ કરી દેવામાં આવ્યું છે.