• બોરસદના એક ગામમાં પીપીઇ કીટ પહેરીને તબિબ કે પેરામેડીકલ સ્ટાફ નહિ પરંતુ રીક્ષા ચાલકને જોતા લોકોમાં આશ્ચર્ય સર્જાય
  • પોતાને અને પોતાના પરિવારને તથા મુસાફરી કરતા લોકોને સુરક્ષીત રાખવા માટે ચાલક પીપીઇ કીટમાં રીક્ષા ચલાવે છે
  • માસ્ક વગર ફરતા પરિવારજનોએ તેમના પરિવારજનોનું વિચારવું જોઇએ – બુધાભાઇ
  • બુધાભાઇની રીક્ષામાં વૃદ્ધ અને બિમાર લોકોને લાવવા લઇ જવાની સુવિધા પણ આપવામાં આવે

WatchGujarat. આણંદના બોરસદ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતો યુવક છેલ્લા એક વર્ષથી પીપીઇ કીટ પહેરીને રીક્ષા ચલાવે છે. યુવક કોઇ મેડીકલ કે પેરામેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો નથી. પરંતુ કોરોના કાળમાં પોતે, પોતાના પરિવાર તથા રીક્ષામાં મુસાફરી કરતા લોકોને સુરક્ષીત રાખવા માટે પોતે પીપીઇ કીટ પહેરીને રીક્ષા ચલાવે છે. એટલું જ નહિ રોજ ઘરે પરત ફરતી વેળાએ રીક્ષાને ધોઇને જ લઇ જાય છે.

રાજ્યમાં કોરોનાની સુનામી યથાવત છે. રોજે રોજ રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા હવે તમામ જગ્યાએ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલ બેડ, જરૂરી દવાઓ – ઇન્જેક્શન, ઓક્સિજન સહીતની વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહી છે. લોકો પણ બને ત્યાં સુધી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે. તેવા સમયે આણંદના બોરસદ તાલુકામાં આવેલા વાસણા ગામમાં રહેતો અને રીક્ષા ચલાવતો યુવક જાતે અને મુસાફરોને બચાવવા માટે અનોખો પ્રયાસ છેલ્લા એક વર્ષથી કરી રહ્યો છે.

આણંદના બોરસદ તાલુકાના વાસણા ગામે બુધાભાઈ ભોઇ રહે છે. અને તે છેલ્લા કેટલાય વર્ષોથી રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. કોરોના કાળમાં ભાઇલાલભાઇ રોજ પીપીઇ કીટ પહેરીને રીક્ષા ચલાવવા માટે જાય છે. સામાન્ય રીતે કોરોના કાળમાં ડોક્ટરો અને તબિબિ સ્ટાફ પીપીઇ કીટ પહેરીને ફરજ બજાવતો જોવા મળે છે. પરંતુ તેવા સમયે પીપીઇ કીટ પહેરીને રીક્ષા ચાલકને જોઇને મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાઇ જાય છે.

બુધાભાઇએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રત્યેક જીવ મહત્વનો છે. મારા પરિવારમાં માતા – પિતા અને નાની બહેન છે. હું રીક્ષા લઇને ઘરેથી નિકળું છું. દરમિયાન કોરોની ઝપેટમાં ના આવી જાઉં તે માટે પીપીઇ કીટ પહેરીને ફરૂ છું. તેની સાથે મારી રીક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરને કોરોના ના થાય તે માટે એક વર્ધી બાદ તુરંત રીક્ષાને સેનીટાઇઝ કરૂ છું. મારા ઘરે જતા પહેલા રીક્ષાને સેનેટાઇઝ કરીને જ જાઉ છું. મહામારી એટલી ચાલે છે તો એક જીવ જાયો તો આપણે શું કરી શકીએ. પીપીઇ કીટ પહેરવા પાછળનું કારણ જીવની સુરક્ષા છે.

બુધાભાઇએ ઉમેર્યું કે, માસ્ક વગર ફરતા પરિવારજનોએ તેમના પરિવારજનોનું વિચારવું જોઇએ. અને તમામ લોકોએ માસ્ક પહેરવું જોઇએ. મારી રીક્ષામાં બિમાર અને ધરડા માણસોને સારવાર માટે પણ લઇ જાઉ છું. અત્યારે જ એક વૃદ્ધાની તબિયત બગડતા તેમને દવાખાને લઇ ગયો હતો. દવાખાને તેમને બોટલ ચઢાવ્યા બાદ પરત ઘરે મુકી ગયો હતો.

આમ, કોરોના કાળમાં પણ પોતાની જવાબદારી સમજીને રીક્ષાવાળો જાતે અને મુસાફરોને સુરક્ષીત રાખવા માટે તકેદારીના તમામ ઉપાયો કરી રહ્યો છે. જેમ રીક્ષાવાળાએ તેના પ્રયત્નો કર્યો તેમ આપણે પણ કોરોનાથી બચવા કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવું જોઇએ. અને કોરોનાને નાથવા માટે વહીવટી તંત્રના પ્રયાસોને વેગ મળે તે દિશામાં કાર્ય કરવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud