• ધુલિયા ભેંસ ભરી જતી ટ્રકને આંતરી ડ્રાઇવરને મારમારી, રોકડા 4000, મોબાઈલ છીનવી લીધો, ₹1.20 લાખની માંગણી નહિ સંતોષાતા ભેંસ ભરેલી ટ્રક લૂંટી ફરાર
  • નેત્રંગ પોલીસે અલગ અલગ ટીમો બનાવી જંગલ વિસ્તાર રૂપઘાટ ખાડી કિનારેથી 15 ભેંસો ભરેલી ટ્રક સાથે 4 લૂંટારુઓને પકડ્યા, અન્ય 3 ને ઘરેથી ઉઠાવી લેવાયા
  • પાલેજ નજીકના હલદરવા ગામેથી ટ્રકમાં 15 ભેંસોને ક્રૂરતાપૂર્વક લઈ જવા સામે પણ અલગથી ફરિયાદી ટેમ્પા ચાલક અને તેના મલિક સામે ગુનો

WatchGujarat.  નેત્રંગ ટીમરોલીયા પાસે મધરાતે 15 ભેંસ ભરી ધુલિયા જતા ટેમ્પાને ઇકો કાર અને બાઇક પર આવેલા 7 લૂંટારુઓએ ચલાવેલી ₹ 9.59 લાખની ધાડમાં સવારે જ પોલીસે 7 આરોપીને ઝબ્બે કરી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વલણના શેઠ મીનહાઝ યાકુબ દરવેશનો ફોન આવતા સોમવારે રાતે આઇસર ટેમ્પામાં 15 ભેંસો લઈ ડ્રાઈવર નિઝામ મહમદ દીવાન ધુલિયા જવા નીકળ્યો હતો. નેત્રંગથી ડેડીયાપાડા તરફ જવાના માર્ગે રાતે 1.30 કલાકે ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે ટીમરોલિયા ઢોળાવ પાસે એક સફેદ ઇકો કાર આવી ને ટેમ્પાને આંતરી હતી. જેમાંથી 3 લોકોએ નીકળી ટેમ્પા ચાલકને નીચે ઉતારી મારમારી તેની પાસે રહેલા રોકડા 4000 અને મોબાઈલ છીનવી લીધો હતો.

ટેમ્પાની કેબીનમાં સાઈડની સીટ ઉપર ટેમ્પા ચાલકને બેસાડી લૂંટારુઓએ ટેમ્પો જંગલ તરફ 1 KM સુધી હાંકયા બાદ ફરીથી હાઇવે ઉપર લાવ્યા હતા. જ્યાં બાઇક ઉપર અન્ય 3 લૂંટારુઓએ આવી ટેમ્પા ચાલક નિઝામને ફરી મારમારી ₹1.20 લાખની માંગણી કરી હતી. જેના બદલામાં ડ્રાઇવરને રસ્તા પર જ છોડી ₹9.59 લાખની ઘાડ પાડી ટોળકી ટેમ્પો લઈ ઇકો કાર અને બાઇક સાથે ભાગી ગયા હતા.

ધાડની ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. PSI એન.જી.પાંચાણી એ રાતે જ ધાડપાડુઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી CCTV ફુટેજ ચેક કરી, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી.

નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં લુંટમાં 15 ભેંસો ભરેલા આઈસર ટેમ્પા સાથે આરોપીઓ નેત્રંગ તાલુકાના રૂપધાટ ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સંતાયેલા હોવાની બાતમી મળી હતી. પોલીસે પુરતા પ્લાનિંગ સાથે રૂપઘાટ ગામથી વાલપોર જવાના રસ્તા ઉપર આવેલ જંગલ ડુગરાળ વિસ્તારમાં તપાસ આરંભી હતી.

રૂપઘાટ ગામ નજીક ખાડી કિનારે એક ટેમ્પો નજરે પડતા અલગ અલગ દિશામાં ટીમો બનાવી ટેમ્પાને કોર્ડન કરતા 15 ભેંસો તથા મોબાઈલ સાથે 4  આરોપીઓ સ્થળ ઉપરથી પકડી પડાયા હતા. 4 લૂંટારુઓની સ્થળ પર પૂછપરછમાં બીજા 3 આરોપીઓને તેમના ઘરેથી ગુનામાં વપરાયેલી ઇકો કાર સાથે ઝબ્બે કરાયા હતા.

વલણના મીનહાઝ અને ડ્રાઈવર નિઝામ સામે પણ પ્રાણી ક્રૂરતાનો ગુનો

ધાડની તપાસ દરમિયાન આઈસર ટેમ્પાના ચાલકે 15 ભેંસો ખીચોખીચ ટેમ્પામાં દોરડા વડે અતિ ક્રુરતાથી બાંધી પીડા થાય તેવી રીતે ભરેલ હતી. ભેંસોને ખાવા માટે કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન કરી ગુનો કર્યો હોવાનું જણાય આવ્યું હતું. જેથી વલણના મીનહાઝ દરવેશ અને ટેમ્પા ચાલક નિઝામ દીવાન વિરૂધ્ધમાં પણ પશુ ઘાતકીપણાનો અલાયદો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે .

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ધાડમાં પકડાયેલા 7 આરોપી

  1. સુરેશ ઉર્ફે દિનેશ ઉર્ફે ભીખો ભરતભાઇ વસાવા રહે- કોચનાર કંપની સ્ટેશન ફળિયુ, નેત્રંગ
  2. જીગ્નેશ રણછોડભાઇ વસાવા રહે . પઠાર દેશમુખ ફળિયુ , વાલીયા
  3. રમેશ ઉમારામ કમારામ પટેલ , હાલ રહે – નેત્રંગ
  4. મહેન્દ્ર મંજીભાઇ પટેલ , હાલ રહે – નેત્રંગ
  5. બળવંતસિંહ ઉર્ફે અતુલ છત્રસિંહ પરમાર ઉ.વ.રહે – પઠાર, વાલિયા
  6. રમેશભાઇ ઉર્ફે રતો ઉર્ફે કાબ્રો ભરવાડ રહે – નેત્રંગ
  7. કલ્પેશ સુખદેવભાઇ વસાવા રહે- બલેશ્વર , ઝઘડીયા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud