• કોંગ્રેસી મહિલા કાઉન્સિલરના ઘર સામે દુર્ગંધ મારતા મરધીના ટુકડાઓ ફેંકતા ગીધ, કાગડા અને કુતરાઓ હુંસાતુંસી કરતા જોવા મળ્યા
  • વિસ્તારમાં કોઇ તકલીફ હોય તો કોર્પોરેટરને જાણ કરવી જોઇએ, તો સમસ્યાનું સમાઘાન આવે – પુષ્પાબેન વાઘેલા
  • સ્થાનિક વોર્ડમાં ચાર કોંગ્રેસી કાઉન્સિલરો છે, માત્ર મહિલા કાઉન્સિલરના ઘર સામે જ કેમ કચરો નાંખવામાં આવ્યો તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો

WatchGujarat. શહેરના કોંગી મહિલા કાઉન્સિલરના ઘર નજીક દુર્ગંધ મારતા માંસના કચરાનો નિકાલ કરીને પરેશાન કરવાનો વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે મહિલા કાઉન્સિલર દ્વારા સ્થાનિક પોલીસ તપાસ કરવા માંગ કરી છે. મહિલા કાઉન્સિલરે નશાખોર વ્યક્તિ દ્વારા હેરાનગતી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

શહેરમાં વર્ષોથી કોંગ્રેસના મહિલા કાઉન્સિલર તરીકે પુષ્પાબેન વાઘેલા સેવા કરે છે. સમગ્ર ઘટના અંગે watchgujarat.com સાથે વાત કરતા પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, હું કૃષ્ણા પેલેસ – 2 ટીપી 13 ખાતે રહું છું. આજે સવારે જ્યારે હું ઉઠી ત્યારે દુર્ગંધ મારતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા ઘર નજીક દુર્ગંધ મારતા પશું અવશેષોનો નિકાલ કરાયા હોવાનું ધ્યાને આવ્યું હતું. રસ્તા પર કુતરા, કાગળા અને ગીધની હાજરી જોવા મળી હતી. જો કે, વાત ધ્યાને આવતા તાત્કાલિક કચરો ઉપાડી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી વિસ્તારમાં અમારા સુધી પહોંચતા અથવા અમારા ધ્યાને આવતી તમામ સમસ્યાઓનું નિકાલ કરવામાં આવ્યું છે. તેમ છતાં કોઇએ આ પ્રકારે પરેશાન કરવા માટે કૃત્ય કર્યું છે.

કોંગી મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા

વધુમાં પુષ્પાબેને ઉમેર્યું હતું કે, અમારા વિસ્તારમાં જો કોઇ જગ્યાએ ગંદકી કરવામાં આવતી હોય તો તેની જાણ કરવાની હોય. ત્યાર બાદ તેને હટાવવાની કામગીરી થઇ જાય છે. અન્યત્રેથી કચરો ઉપાડીને અહિંયા નાંખવાથી શું ફાયદો થાય. અમારા વિસ્તારના નશાખોર યુવાનો દ્વારા પરેશાન કરવા માટે દુર્ગંધ મારતો કચરો નાખ્યો હોઇ શકે છે.

પાલિકા દ્વારા બે પાળીમાં સફાઇ કરવામાં આવે છે. પાલિકા દ્વારા કચરો નાંખવા માટે સ્પોટ કલેક્શનની ફેસીલીટી આપવામાં આવી છે. સ્પોટ પરથી સમયસર કચરો ઉપાડી લેવામાં આવે છે. અમારા વિસ્તારમાં યોગ્ય રીતે કામગીરી થાય છે. પરંતું અન્યત્રેથી કચરો લાવીને કોર્પોરેટરના ઘર સામે નાંખવું કેટલું યોગ્ય છે. વિડીયો વાયરલ થતા ઘટના અંગે વધુ સ્પષ્ટતા થઇ હતી. આ અંગે સ્થાનિક પોલીસમાં અરજી કરવામાં આવી છે. અને મ્યુનિસિપલ કમિશ્નરના ધ્યાને વાત લાવવામાં આવી છે.

વાયરલ વિડીયોમાં કરચો ફેંકનાર યુવક બોલે છે કે, અમર નગરથી કચરો લઇને આવીએ છીએ. અમારા ઘર પાસે રેગ્યુલર આ રીતે કચરો નાંખવામાં આવે છે. એ આજે અમે કોર્પોરેટરના ઘર સામે નાંખી રહ્યા છીએ. એ વિરોધ છે અમારો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વોર્ડમાં ચાર કોંગ્રેસી કાઉન્સિલરો છે. પરંતુ માત્ર મહિલા કાઉન્સિલરના ઘર સામે જ કેમ કચરો નાંખવામાં આવ્યો તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud