શહેરના યુવકને છેલ્લા સાત દિવસથી વેક્સીન લેવા માટે સ્થાનિક સેન્ટર પર એપોઇન્ટમેન્ટ નહિ મળતા તેણો ગરૂડેશ્વર ખાતે એપોઇન્ટમેન્ટ બુક કરાવી
આરોગ્ય સેતુ એપ્લીકેશન પરથી એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા બાદ કોવિન સોફ્ટવેરનો લેટર પણ ઇશ્યુ થયો
વેક્સીન લેવા પહોંચ્યા તો પીએચસીના સ્ટાફે વેક્સીન આપવાની ધરાર ના પાડી દીધી
યુવકે કોરોના હેલ્પલાઇન પર ફોન કરીને વેક્સીન મેળવવા મદદ માંગી, પરંતુ નિષ્ફળતા જ મળી
વડોદરા સહિત સુરત, અંકલેશ્વરના યુવક – યુવતિને ધક્કો પડ્યો
વેક્સીનેશન માટે ભાર મુકવામાં આવે છે, પરંતુ ભારે અવ્યવસ્થાને કારણે તંત્રની પોલ ખુલ્લી પાડે તેવો કિસ્સો
WatchGujarat. રાજ્ય સહિત દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. કોરોના પર કાબુ મેળવવા માટે એક તરફ સરકાર દ્વારા આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કોરોનાની વેક્સીન વધુમાં વધુ લોકો મુકાવે તે વાત પર જોર લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ આરોગ્ય સેતુ પરથી કોરોનાની વેક્સીન લેવા માટે કડવો અનુભવ થયો હતો. 8 દિવસ બાદ યુવકને વડોદરાથી 80 કિ.મી. દુર આવેલા વેક્સીનેશન સેન્ટર પર એપોઇન્ટમેન્ટ મળી હતી. જો કે, સેન્ટર પર પહોંચ્યા બાદ યુવક સહિત અન્યને વેક્સીન મુકવાની ના પાડી દેતા વિલા મોંએ પરત ફરવાનો વારો આવ્યો હતો.
વડોદરા દંતેશ્વર વિસ્તારમાં રહેતા 28 વર્ષિય કિશોર રાઠવાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારે 1 મે થી 18 કે તેથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારથી લઇને હું મારા માટે વેક્સીન લેવા એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ છેલ્લા સાત દિવસથી મને વડોદરા તથા આસપાસના જિલ્લાઓમાં એપોઇન્ટમેન્ટ મળી ન હતી. આખરે આજે મેં આરોગ્ય સેતુ એપ્લીકેશન પરથી એપોઇન્ટમેન્ટ મળી હતી. જો કે, એપોઇન્ટમેન્ટ 80 કિ.મી. દુર મળી હતી. મારે વેક્સીન લેવાની હોવાથી નોકરી પર રજા રાખીને પણ મેં ગરૂડેશ્વર પીએચસી સેન્ટરમાં બપોરના 3 – 6 ના સ્લોટમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા બાદ અમારૂ કોવિન પોર્ટલથી એપોઇન્ટમેન્ટ સર્ટિફીકેટ પણ ઇશ્યુ થયું હતું.
80 કિ.મી. મુસાફરી કરીને અમે વેક્સીન લેવા પહોંચ્યા અને અમને ધક્કો પડ્યાનો અહેસાસ
વેક્સીન લેવાની હોવાથી અમારા મિત્રની કારમાં અમે લોકો ટાઇમ સ્લો શરૂ થવાના બે કલાક પહેલા નિકળ્યા હતા. બે કલાક મુસાફરી બાદ અમે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલા નવા વાધપુરાના પીએસસી સેન્ટર પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ અને વેક્સીનેશન સેન્ટર પર જઇને કોવિન પરથી ઇશ્યુ થયેલું એપોઇન્ટમેન્ટ લેટર બતાવીને વેક્સીન આપવાની માંગ કરી હતી. સેન્ટર પર કાર્યરત સ્ટાફે અમને વેક્સીન આપવાની ધરાર ના પાડી દીધી હતી. 80 કિ.મી. મુસાફરી કરીને અમે વેક્સીન લેવા પહોંચ્યા અને અમને ધક્કો પડ્યાનો અહેસાસ થયો.
અમે બહારનાને વેક્સીન નથી આપતા - ADO વિપુલ ગામીત
આટલે દુરથી વેક્સીન લેવા આવ્યા બાદ અમે વેક્સીન સેન્ટરના ઉચ્ચ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારના ADO વિપુલ ગામીત સાથે વાત કરીને તેઓને એપોઇન્ટમેન્ટ લેવાથી લઇને અહિંયા સુધી આવવાની તમામ માહિતી આપવામાં આવી હતી. અમારી વાત સાંભળીને તેઓએ અમારી મદદ કરવાની જગ્યાએ અમે બહારનાને વેક્સીન આપતા નથી તેવું જણાવી દીધું હતું. અને ઉમેર્યું કે, અમારા જિલ્લાના લોકોને વેક્સીન બાકી છે તો બહારનાને વેક્સીન કેવી રીતે આપીએ. અમે 18 - 45 ની ઉંમર ધરાવતા લોકોનું વેક્સીન ચાલુ નથી વેક્સીન નથી આપી શકતા. સ્ટેટમાંથી અમને સ્પષ્ટ સુચના છે. ફરી એક વખત અમે આરોગ્ય સેતુ એપ્લીકેશનથી લીધેલી એપોઇન્ટમેન્ટ વિશે સમજાવ્યા તેમ છતાં તેઓએ અમને વેક્સીન નહિ જ આપે તેવું વલણ ચાલુ રાખ્યું હતું.
હેલ્પલાઇન વાળાની રજુઆત બાદ પણ તંત્ર હેલ્પલેસ
આખરે મેં કોરોનાની હેલ્પલાઇન 1075 પર ફોન કર્યો હતો. અને વેક્સીન લેવા માટે અમે કરેલા પ્રયાસોની જાણકારી આપી હતી. હેલ્પલાઇનના સ્ટાફે પણ અમને મદદ કરવાની તૈયારી બતાવી હતી. અને સેન્ટરના સ્ટાફને અમને વેક્સિન આપવા માટે રજુઆત કરી હતી. જો કે, સેન્ટરના સ્ટાફે વેક્સીન નહિ આપવાનું વલણ ચાલુ રાખ્યું હતું.
નોકરીમાં એક દિવસનો પગાર ગયો, અને વેક્સીન પણ ના મળી
વધુમાં કિશોર રાઠવાએ ઉમેર્યું હતું કે, વેક્સીન લેવા માટે આજે મારી નોકરીમાં રજા પાડીને હું અને મારા મિત્રો 80 કિ.મી. દુર પહોંચ્યા હતા. પણ અમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લીકેશન થકી બુક કરાવેલી વેક્સીનેશન એપોઇન્ટમેન્ટ અંગે કડવો અનુભવ થયો હતો. નોકરીમાં રજા પાડવાને કારણે મારો આજનો રોજ જતો કરવો પડશે. અને આખરે વેક્સીન પણ નહિ મળી. સરકાર દ્વારા લોકોની સગવડ માટે શરૂ કરવામાં આવેલી સુવિધા જ હવે દુવિધાનું કારણ બની હોવાનો અનુભવ થયો હતો. આખરે એક દિવસનો રોજ ગુમાવીને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.
વડોદરાની સાથે સુરત અને અંકલેશ્વરથી યુવક – યુવતિઓ વેક્સીન લેવા માટે આવ્યા અને સલવાયા
કિશોરે ઉમેર્યું હતું કે, હું અને મારા મિત્રો ગયા હતા. અને અમારી સાથે આવું થયું. પરંતુ અમે માત્ર એકલા જ ન હતા. અમારા જેવા આશરે 70 જેટલા લોકો ઓનલાઇન આરોગ્ય સેતુ એપ્લીકેશ પરથી એપોઇન્ટમેન્ટ લઇને વેક્સીન લેવા આવ્યા હતા. અને તમામને ધક્કો પડ્યો હતો. વડોદરાની સાથે સુરત અને અંકલેશ્વરથી યુવક – યુવતિઓ વેક્સીન લેવા માટે આવ્યા હતા. અને તમામને ઓનલાઇન સિસ્ટમનો દગો મળ્યો હતો. અનેક કિ.મીનું અંતર કાપીને અહિંયા આવેલા લોકોને વેક્સીન નહિ મળતા તમામમાં સિસ્ટમ પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી.
મારા મમ્મી વખતે પણ સિસ્ટમનો વરવો અનુભવ થયો હતો
મારા મમ્મીને વેક્સીનનો બીજો ડોઝ લેવા માટેની એપોઇન્ટમેન્ટ લેવા માટે અમે જઇ શક્યા ન હતા. જો કે, વેક્સીન લીધા વગર જ મારા મમ્મીને વેક્સીન લીધી હોવાનો એસએમએસ આવી ગયો હતો. અહિંયા ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધા બાદ પણ અમને વેક્સીન આપવામાં આવી નથી. સરકાર દ્વારા તો વેક્સીન આપવામાં આવી હશે. પરંતુ તંત્ર દ્વારા ગેરવહીવટ કરવામાં આવ્યાની આશંક પણ કિશોરે વ્યક્ત કરી હતી.
સરકારી તંત્રએ વેક્સીનેશન સજ્જડ બનાવવા માટે હજી વધુ કમર કસવાની જરૂરત છે
અત્રે ઉલ્લેખીય છે કે, સરકાર દ્વારા વેક્સીનેશન સઘન બનાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તે રીતે કોઇ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી નથી. તમામ તૈયારીઓ માત્ર કાગળ પર જ છે. માત્ર કાગળ પર તૈયારીઓ કરવામાં આવશે તો કોરોના સામે જંગ જીતવામાં હજી ઘણું મોડુ થશે. સરકારી તંત્રએ વેક્સીનેશન તંત્ર સજ્જડ બનાવવા માટે હજી વધુ કમર કસવાની જરૂરત છે. લોકો વેક્સીન લેવા માટે તૈયાર છે, પરંતુ સરકારી તંત્ર તેમના તરફેની તૈયારીમાં નાપાસ સાબિત થયું છે.
(ઉપરોક્ત મામલે એડીઓ વિપુલ ગામીતનો ટેલીફોનીક સંપર્ક કરવાના અનેક પ્રયાસો છતાં સંપર્ક થઇ શક્યો ન હતો.)