• આર્ટ ગેલેરીની માંગણી નહિ સંતોષાતા આખરે ચુંટણી પહેલા અનોખો વિરોધ કરાયો
  • સુરસાગર બહાર NO ART GALLERY NO VOTE રંગોળી બનાવી
  • આગામી સમયમાં વધુ શહેરવાસીઓ કલાકારો સાથે જોડાય તેવો આશાવાદ

WatchGujarat. વડોદરા શહેરમાં પોતાની આર્ટ ગેલેરી હોવાની માંગ છેલ્લા કેટલાય સમયથી પુરી કરવા માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ તમામ વખતે માત્ર નિરાશા જ સાંપડે છે. રાજ્યમાં મહાનગર પાલીકાની ચુંટણી પહેલા કલાકારો દ્વારા પોતાની વાત રજુ કરવા માટે કલાત્મક રસ્તો પસંદ કરવામાં આવ્યો છે. કલાકારોના પ્રાણપ્રશ્નને લઇને રવિવારે સુરસાગર બહાર NO ART GALLERY NO VOTE રંગોળી બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાસે બદામડી બાગ ખાતે અગાઉ આર્ટ ગેલેરી આવેલી હતી. ત્યાં હાલ કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. બદામડી બાગ ખાતે આર્ટ ગેલેરી તોડી પાડતી વખતે નવી ગેલેરી બનાવવાનું આશ્વાસન વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આર્ટ ગેલેરી માટે કલાકારોએ રીતસરના વલખા મારી રહ્યા છે. આજદિન સુધી કલાકારોને માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે. આખરે રવિવાને કલાકારો દ્વારા પોતાની વર્ષો જુની માંગને લગતી વાત રજુ કરવાનો એક પ્રયાસ કર્યો હતો. સુરસાગર બહાર NO ART GALLERY NO VOTE રંગોળી બનાવી કલાકારો દ્વારા મતદાનનો વિરોધ કર્યો હતો.

વિરોધમાં જોડાયેલા મનિષ વ્યાસે જણાવ્યું હતું કે, દેશના નાગરીક તરીકે અમારે વોટીંગનો વિરોધ કરવો ગમતો નથી. પરંતુ છેલ્લા સાડા ચાર વર્ષથી અમારી માંગણી સ્વિકાર કરવામાં આવી નથી. જેને લઇને આખરે અમારે વોટનો બહિષ્કાર કરવાનો વારો આવ્યો છે. અમને આશા છે કે આગામી સમયમાં અમારી સાથે શહેરના નાગરીકો જોડાશે. વર્ષોથી આર્ટ ગેલેરીની માંગણી નહિ પુરી થવાને કારણે આજથી અમે NO ART GALLERY NO VOTE અભિયાન ચાલુ કર્યું છે. જે આગામી દિવસોમાં મજબુત કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud