તાલુકા પોલીસ સ્ટેશનનના ASI સુરેશભાઈ.એમ. વાળા(ઉ.54) એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતા, તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું
ASIની અંતિમ વિધિમાં DySP એસ,કે. વાળા સહિતના અધિકારીઓ હાજર
મૃતકના ભાઇ DySPને ભેટીને રડ્યા, આખુય પરિવાર હીબકે ચઢ્યું
કામના તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા
WatchGujarat. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ASIનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે મૃતકના ભાઈ DySP એસ.કે. વાળાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પરિવાર હિબકે ચડ્યો હતો. કામના તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.
https://youtu.be/8HQZ8nQ8AnA
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમનાથનગરમાં રહેતા અને તાલુકા પોલીસ સ્ટેશનનના ASI સુરેશભાઈ.એમ. વાળા(ઉ.54) એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલિંગમાં હતા, તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. PSIને તુરંત જ છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીના અચાનક મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ASIની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે DySP એસ,કે. વાળા પહોંચ્યા હતા. મૃતક પોલીકર્મીના ભાઈ ડીવાયએસપીને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
ASI સુરેશભાઈ વાળાના અવસાન બાદ પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેલ્ફેર ફંડમાંથી પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓછા મહેકમના લીધે વધી રહેલા કામના ભારણને કારણે આ ઘટના બની હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.પરિવારના મોભીનું છત્ર ગુમાવનાર તમામ લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.
નવ નિયુક્ત પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે ચાર્જ લેતાની સાથે પોલીસના વેલ્ફેર અને તેમના સ્વાસ્થ્ય માટે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. ફરજ પર હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા પોલીસ કર્મીનો કિસ્સો પોલીસ તંત્રમાં તણાવની સ્થિતીનો ચિતાર આપવા માટે પુરતો છે.