કોરોના કાળમાં પણ લાંચીયાઓના મનસુબા બુલંદ છે
સરપંચના સીફૂડ ગોડાઉનની ઓફીસમાં લાંચ સ્વીકારતા ACB ની ટ્રેપમાં રંગેહાથે પકડાયા
ખાનપુરદેહ ગામે રસ્તાના માટી, મેટલ અને RCC ના કામોના બિલ પાસ કરવા કોન્ટ્રાકટર પાસે લાંચ માંગી હતી
WatchGujarat. કોરોના કાળમાં પણ લાંચીયાઓના મનસુબા બુલંદ છે. કટોકટી સમયે પણ જંબુસર તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર વતી રૂ. 1.40 લાખની લાંચ લેતા ગામના સરપંચને ACB એ ભરૂચમાં સરપંચની સિફૂડના ગોડાઉનની ઓફિસમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ગામના રસ્તાના કામોના બિલ પાસ કરાવવા કોન્ટ્રાકટર પાસે લાંચની માંગણી કરી હતી.
જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટરે માટી, મેટલ તેમજ સી.સી.રોડના કામો કર્યા હતા. જે કામો પૈકી ₹1.56 લાખનું બિલ ફરીયાદીએ ખાનપુર ગ્રામ પંચાયત ખાતે મુકતા તલાટી કમ મંત્રીએ તે બિલનો ચેક બનાવી તેઓની સહી કરી અને સરપંચની સહી કરાવી લેવા ફરીયાદી કોન્ટ્રાકટરને જણાવ્યું હતું.
કોન્ટ્રાકટર રસ્તાની કામગીરીના ચેક ઉપર આરોપી ખાનપુરદેહ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલરસીદ સુલેમાન પટેલની સહી કરાવવા ગયા હતા. સરપંચે કોન્ટ્રાકટર પાસે ચેક ઉપર સહી કરવા માટે અગાઉના તથા હાલના કામના બિલના મળી કુલ ₹ 1.40 લાખની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACB માં ફરિયાદ કરતા કકન્ટ્રાક્ટરની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ACB ના છટકામાં સરપંચે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી જંબુસર તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇન્જેર વર્ગ-3 શશીકાંત મોહનભાઇ ચૌધરી વતી લાંચ માંગી હતી.
ભરૂચ શહેરના ધોળી કોઈ બજારમાં સરપંચ અબ્દુલરસીદ સુલેમાન પટેલે પોતાના સિફૂડ ગોડાઉનની ઓફિસમાં કોન્ટ્રાક્ટરને બોલાવ્યા હતા. જ્યાં તે ACB ના છટકામાં મદદનીશ ઈજનેર શશીકાંત ચૌધરી વતી રંગેહાથ ₹ 1.40 લાખની લાંચ લેતા પકડાઈ ગયા હતા. જંબુસર તાલુકા પંચાયત ની કચેરીમાંથી લાંચિયા ઈજનેરની ધરપકડ કરી બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય ACB ના PI કે.વી.લાકોડ. તથા સ્ટાફે ટ્રેપીંગની કામગીરી કરી હતી. જ્યારે વડોદરા એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક પી.ડી. બારોટે સુપરવિઝન કર્યું હતું.