• બેફામ કાર હંકારનાર 3 યુવાનોને અડફેટે લેનાર મિનેશ જ્ઞાનનાથને લોકોએ ઝડપી પાડ્યો.
  • મિનેશ જ્ઞાનનાથ છોટાઉદેપુરનો રહેવાસી અને સિમેન્ટનો વેપારી.  

Watch Gujarat. ગત મોડી રાત્રે વડોદરા – હાલોલ રોડ પર આસોજ ગામ પાસે બેફામ કાર હંકારનાર ચાલકે 3 યુવાનોને જીવલેણ ટક્કર મારી હતી. કારની ટક્કરે ઘવાયેલા 3 યુવાનોના મોત નિપજ્યા હતાં. બનાવને પગલે દોડી આવેલાં ગ્રામજનોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ત્રણ યુવાનોને અડફેટે લઈ ઝાડી ઝાંખરામાં ઘુસી ગયેલી કાર)

છોટાઉદેપુર રહેતો અને સિમેન્ટનો વેપાર કરતો મિનેશ જ્ઞાનનાથ ગઈકાલે રાત્રે વડોદરા – હાલોલ હાઈવે પર બેફામ રીતે કાર હંકારીને જઈ રહ્યો હતો. દરમિયાનમાં આસોજ ગામ પાસે રસ્તો ક્રોસ કરી રહેલાં સંજય શંભુભાઈ રાઠોડીયા (ઉં.વ. 30, રહે. નવી નગરી, આસોજ)ને અડફેટે લીધો હતો. ત્યારબાદ તેણે રામકિશન રાધેશ્યામ કેવટ (ઉં.વ. 28, મૂળ વતન યુ.પી.) અને હિરાલાલ રામદાસ કેવટ (ઉં.26, મૂળ વતન યુ.પી.)ને પણ અડફેટે લીધા હતાં. બનાવને પગલે દોડી આવેલાં સ્થાનિકોએ કાર ચાલકને પકડી પાડ્યો હતો.

કારની અડફેટથી ગંભીર રીતે ઘવાયેલા સંજય રાઠોડીયા અને હિરાલાલ કેવટનું ઘટનાસ્થળ જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે રામકિશનને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.

ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોનો મોત નિપજતાં આસોજ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક સંજય રાઠોડીયાના પિતરાઈભાઈ જીતેશ રાઠોડીયાની ફરિયાદને આધારે વાઘોડીયા પોલીસે કાર ચાલક મિનેશ જ્ઞાનનાથની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud