• રીયાલીટી સાઇટ પર કસ્ટમરોને આકર્ષવા માટે સુવિધાઓથી ભરપુર બ્રોશર બનાવી બતાડવામાં આવે છે
  • પ્રથમ રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્ટ ટાવર્સ કો.ઓ. હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. ના સેક્રેટરી દ્વારા મેસર્સ પ્રથમ ડેવલપર્સ (ભાગીદારી પેઢી)  વિરૂદ્ધ ફરિયાદ રેરા ઓથોરીટીમાં ફાઇલ કરી
  • પ્રોમોટરે ખાળકુવો, સ્ટ્રીટ લાઇટ, તથા ગંદા પાણીના નિકાલની સુવિધાઓ પુરી પાડવાની રહેશે. અને તે અંગેનું વુડા પાસેથી સર્ટીફીકેટ પણ મેળવવાનું રહેશે

WatchGujarat. શહેરના અટલાદરા કેનાલ રોડ પર પ્રથમ રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્સ પ્રોજેક્ટ આવેલો છે. પ્રોજેક્ટના સંચાલકોએ કાયમી મેઇન્ટેનન્સ ફંડના રૂપિયા ફ્લેટ ધારકો પાસેથી વસુલીને ટાવર્સ કો.ઓ.હાઉસિંગ સર્વિસ સોસાયટી લી.માં જમા કરાવ્યા ન હતા. જેને પગલે સોસાયટીના સેક્રેટરી દ્વારા મેઇનન્ટેનન્સ ફંડ તથા બ્રોશરમાં જણાવેલી સુવિધાઓ આપવા મામલે ગુજરાત રેરા ઓથોરીટીમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનવણી દરમિયાન રેરા ઓથોરીટીએ રૂ. 33 લાખ જમા કરાવવા માટે તથા બ્રોશરમાં જણાવેલી સુવિધાઓ આપવા માટેનો આદેશ કર્યો હતો.

રીયાલીટી સાઇટ પર કસ્ટમરોને આકર્ષવા માટે સુવિધાઓથી ભરપુર બ્રોશર બનાવી બતાડવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બિલ્ડર દ્વારા હકીકતે બ્રોશરમાં જણાવ્યા પ્રમાણેની સુવિધાઓ આપવામાં નથી આવતી હોતી. તેવા સમયે રેરા ઓથોરીટી ગ્રાકોની મદદે આવે છે. તાજેતરમાં પ્રથમ રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્ટ ટાવર્સ કો.ઓ. હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. ના સેક્રેટરી દ્વારા મેસર્સ પ્રથમ ડેવલપર્સ (ભાગીદારી પેઢી) ના જયંત શાંતિલાલ સંઘવી વિરૂદ્ધ ફરિયાદ રેરા ઓથોરીટીમાં ફાઇલ કરી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ, સંચાલકોએ ટાવર જી અને ટાવર એફના ફ્લેટ ધારકો પાસેથી રૂ. 33 લાખ અને એફ ટાવરના નહિ વેચાયેલા ફ્લેટના રૂ. 1.80 લાખ રુપિયા મેઇન્ટેનન્સ ડિપોઝીટના જમા કરાવવા નથી. તેની સાથે બ્રોશરમાં જણાવેલી અનેક સુવિધાઓ તૈયાર કરીને આપવામાં આવી નથી.

રેરા ઓથોરીટી દ્વારા મામલાની સુનવણી દરમિયાન ફરિયાદી તરફથી ચંદ્રેશ ગોરટિયા અને ગૌરવ શાહ તથા ડેવલોપર તરફથી શોભિત શાહ હાજર રહ્યા હતા. અને તેમની દલીલો રજુ કરી હતી. ત્યાર બાદ રેરા ઓથોરીટીએ આદેશ જાહેર કર્યો હતો. આદેશમાં જણાવાયું હતું કે, પ્રોજેક્ટના ડેવલપરે 110 ફ્લેટ માટે દરેક દીઠ રૂ. 30 હજાર લેખે કુલ રકમ રૂ. 33 લાખ મેઇન્ટેનન્સ ડિપોઝીટ ઓર્ડર કર્યાના 45 દિવસમાં સોસાયટીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે. બાકી 6 ફ્લેટ જેમ વેચાય તેમ જમા કરાવવાના રહેશે.

તેની સાથે ડેવલપરે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવીને કાર્યરત કરવાનો રહેશે. અને તે બાબતનું પ્રમાણ પત્ર વુડામાંથી મેળવવાનું રહેશે. તથા ખાળકુવો, સ્ટ્રીટ લાઇટ, તથા ગંદા પાણીના નિકાલની સુવિધાઓ પુરી પાડવાની રહેશે. અને તે અંગેનું વુડા પાસેથી સર્ટીફીકેટ પણ મેળવવાનું રહેશે. તથા ફાયર સિસ્ટમમાં રહેલી ખામીઓ દુર કરીને તે અંગેનું સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. સમગ્ર કામગીરી હુકમ કર્યાના 3 મહિનાની અંદર પુરી કરવાની રહેશે. અને જ્યાં સુધી વુડા અથવા તો અન્ય સક્ષમ ઓથોરીટી દ્વારા કોઇ અલાયદી સુવિધા તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી સ્કિમમાં ખાળકુવા અને પાણી માટેના બોરની સુવિધા અને તેની મરામત તથા જાણવણી કરવાની રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud