• કરજણના ભાજપી ધારાસભ્યએ ડેરીની ચૂંટણીના ભાજપી ઉમેદવાર સતિષ નિશાળીયા સામે ઉમેદવાર ઉભો કરતાં વિવાદ.
  • જિલ્લા ભાજપના અગ્રણીઓમાં વ્યાપેલી નારાજગી.

#Vadodara Election – બરોડા ડેરીની ચૂંટણીમાં સતિષ નિશાળીયા સામે ઉમેદવાર ઉભો કરી ધારાસભ્ય અક્ષય પટેલે ભાજપમાં કર્યો ભડકો

WatchGujarat. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેનાર, અને બાદમાં પેટા ચૂંટણીમાં ભાજપી કાર્યકરોના જોરે જંગ જીતનાર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે બરોડા ડેરીની ચૂંટણીમાં બળવો પોકાર્યો છે. જેને પગલે જિલ્લા ભાજપના અગ્રણીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. 

બરોડા ડેરીની ચૂંટણીમાં તાલુકા દીઠ 13 ઝોનમાં વહેંચાયેલી બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જેમાં કરજણ ઝોનમાં પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાએ ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આજે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની આજે અંતિમ તારીખ હતી. ત્યારે કરજણના ભાજપી ધારાસભ્ય અક્ષય પટેલે સતિષ નિશાળીયાની સામે જગદેવસિંહ પરિહારને ઉભો કરી દેતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. 

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસી અક્ષય પટેલે ભાજપના ઉમેદવાર સતિષ નિશાળીયાને હરાવી, કરજણ બેઠક પ્રાપ્ત કરી હતી. બાદમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અને તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી, પુનઃ કરજણના ધારાસભ્ય બન્યાં હતાં. #Election

કોંગ્રેસમાં બળવો કરનાર અક્ષય પટેલે બરોડા ડેરીની ચૂંટણી ટાણે ભાજપમાં પણ બળવો પોકાર્યો છે. ત્યારે આ બાબતને લઈ ભાજપી મોરચે ભારે ચકચાર મચી જવા પામી છે.

 

More #BarodaDairy #Election #KarjanMLAAkshayPatel #BJP #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud