બરોડા ડેરી સાથે 1,200 જેટલી દૂધ મંડળીઓ અને બે લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે
ડેરી દ્વારા તમામ દૂધ ઉત્પાદકોના પરિવારજનોને હોમીયોપેથીક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવશે
વીમા કંપનીઓએ નહિ ચૂકવેલ ક્લેઇમની રૂા .1 કરોડ જેટલી રકમ ડેરીએ ભોગવશે
છેલ્લા 21 મહિનાથી ચાલતી મહામારીથી દૂધ ઉત્પાદકો અને કર્મચારીઓને સલામત રાખવા ડેરી મેનેજમેન્ટ સતત પ્રયત્નશીલ
WatchGujarat. બરોડા ડેરીએ કોરોનાના કપરા કાળમાં કોવીડ દર્દીઓ માટે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા મદદનો હાથ લંબાવ્યો છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સીવીલ હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવા સાથે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ઓકસીજનની સુવિધા સાથે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. એમ ડેરીના ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીએ જણાવ્યું છે.
બંને જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોના પરિવારજનોને હોમીયોપેથીક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવશે. બરોડા ડેરીના કર્મચારીના મૃત્યુ પ્રસંગે કર્મચારીના પરિવારને રૂા.દસ લાખની સહાય આપવા સાથે તમામ કર્મચારીઓને રૂા. બે લાખનો મેડીક્લ વીમા કવચ પુરૂ પાડવામાં આવશે. આ ઉપરાંત કોરોનાની સારવાર માટે હોસ્પીટલમાં દાખલ થતા જ દરેક કર્મચારીને રૂા . 40,000/- ની સહાય ચૂકવાશે.
તમામ દૂધ મંડળીઓના મંત્રીશ્રીઓ માટે રૂપિયા બે લાખ સુધીની ગૃપ વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં વીમા કંપનીઓએ નહિ ચૂકવેલ ક્લેઇમની રૂા .1 કરોડ જેટલી રકમ ડેરીએ ભોગવશે. છારોડા ડેરીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પથરાયેલું છે . બરોડા ડેરી સાથે 1,200 જેટલી દૂધ મંડળીઓ અને બે લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે
છેલ્લા 21 મહિનાથી ચાલતી મહામારીથી દૂધ ઉત્પાદકો અને કર્મચારીઓને સલામત રાખવા ડેરી મેનેજમેન્ટ સતત પ્રયત્નશીલ છે . દવાઓ , સેનીટાઈઝર , માસ્ક , મહામારી સામે સતત જાગૃતિનું અભિયાન નિરંતર ચાલું છે. હવે દૂધ ઉત્પાદકોની સાથો સાથે જાહેર જનતાના લાભાર્થે બરોડા ડેરી સામાજીક ઉત્તરદાયિત્વ પણ અદા કરશે તે માટે છોટાઉદેપુરની સીવીલ હોસ્પીટલમાં મેડીક્લ ઓકસીજન પ્લાન્ટ સ્થાપવાનું બરોડા ડેરીએ બીડું ઝડપ્યું છે.
પ્લાન્ટ માટે 1341 લીટર કેપેસીટની ઓકસીજન સ્ટોરેજ ડ્રાયોજનીક ટેન્ક અને બે વેપરાઈઝર્સની ખરીદીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે .પ્લાન્ટ આવતા પાંચ અઠવાડીયામાં ઉભો કરવામાં આવશે.આ પ્લાન્ટ પાછળ રૂા 52.51 લાખનું ખર્ચ થશે.
વડોદરા જિલ્લા અને છેટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની જાહેર જનતાની તબીબી સેવાઓ માટે ઓકસીજનની સુવિધાવાળી રૂ .50 લાખના ખર્ચે બે એમ્બ્યુલન્સ ખરીદી સેવામાં મૂકાશે. તમામ દુધ ઉત્પાદકોને “ આર્સેનિક આલ્બમ - 30 ” હોમીયોપેથીક દવા તથા માસ્કનું વિતરણ કરવામાં આવશે.