• આવતિકાલે દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવનાર છે.
  • ઓ.એન.જી.સી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓને મીઠાઇ અને ચોકલેટના બોક્સ આપવામાં આવ્યાં
  • ઓ.એન.જી.સીના સિમ્બોલ સાથે ત્રિરંગો ઊંઘો છપાયેલી તસ્વીર વાઇરલ થઇ
  • મોટી ચુંક નજરે ચઢતા કર્મચારીઓને આપવામાં આવેલા મીઠાઇ અને ચોકલેટના બોક્સ પરત લઇ લેવાયા

WatchGujarat. દેશભરમાં 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આવતી કાલે દેશમાં વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. આ પહેલા ONGC દ્વારા કર્મીઓને આપેલા મીઠાઈ બોક્સ પર ત્રિરંગો ઝંડો ઊંધો હોવાનું ધ્યાને આવતા વિવાદ છેડાયો છે. હવે આ મામલે જવાબદાર સામે શુ પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

ONGC સરકારના નવરત્નોમાં સ્થાન પામે છે. કંપની માત્ર ભારત દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ સક્રિય છે. એક તરફ દેશ 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી તરફ ONGC ના લોગો વાળા મીઠાઈના બોક્સ પર ખોટો ત્રિરંગો છાપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વાત સામે આવતા કંપની તંત્રની ભારે બેદરકારી સામે છે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે, 26 જાન્યુઆરી પહેલા ONGC દ્વારા કર્મચારીઓને મીઠાઈ આપવામાં આવે છે. આ પ્રથા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી આવે છે. જો કે ચાલુ વર્ષે કર્મીઓને આપવામાં આવેલી મીઠાઈના બોક્સમાં છબરડો સામે આવતા જ કંપની દ્વારા મીઠાઈના બોક્સ પરત લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. આ ગંભીર મામલે હજી સુધી કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હવે આ મામલે જવાબદારો સામે શુ પગલાં લેવાય છે તેના પર સૌ કોઈની નજર છે.

Facebook Comments Box

Videos

Our Partners