• સીવીયર કેસોને ઓનલાઇન વિડીયો કૉલિંગથી માહિતી આપવામાં આવશે
  • ફિઝિયોથેરાપી ક્લિનિકો ફિઝિકલી રવિવાર સુધી બંધ, પેશન્ટના ઘરે પણ થેરાપી આપવા નહિ જાય, ઓનલાઈન વિડીયો કોલિંગ થી થેરાપી આપશે

WatchGujarat. ભરૂચમાં પણ કોરોનાના વધતા સંક્રમણને લઈ વિવિધ મંડળો, ગામો અને વિસ્તારો સ્વૈચ્છીક બંધ જાહેર કરી કોરોના સંકમણ વધુ ન ફેલાઈ તે માટે સલામતી તેમજ સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. હાલ ભરૂચની પણ કોરોનાની ભયાવહ સ્થિતિ, વધતા જતા કેસો અને મૃત્યુ ને ધ્યાને લઇ ભરૂચ- અંકલેશ્વર ફિઝિયોથેરાપી ગ્રુપે પોતાના ક્લિનિક 5 દિવસ રવિવાર સુધી સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના કહેરની ચાલી રહેલી બીજી લહેરમાં એક જ ઘર પરિવારના લોકોમાં સંક્રમણ થતાં હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવા સમયે કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સ્ટાફ પોતાના જીવના જોખમે દર્દીઓની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ફિઝિયોથેરાપી ડૉકટરો દર્દીને પડતી શારીરિક તકલીફો દૂર કરવા તેમની શારીરિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. દર્દીના શરીરને અડકીને જ ટ્રીટમેન્ટ થતી હોય દર્દી કોરોના સંક્રમણ હોય તો ફિઝિયોથેરાપી ડૉકટર અને કર્મીઓ દ્વારા અન્ય દર્દીઓને કોરોના ચેપ લાગવાની સંભાવના રહેલી છે.

આવા સમયે દર્દીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ભરૂચ અંકેલશ્વર ફિઝિયોથેરાપી ગ્રુપના 40 જેટલા ફિઝિયોથેરાપી ડૉકટરો દ્વારા આગામી 21 થી 25 એપ્રિલ સુધી ફિઝિયોથેરાપી ક્લિનિક બંધ રાખવાનું નક્કી કરેલ છે. જોકે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની અત્યંત જરૂરત વારા દર્દીઓ જેમકે મગજની બીમારી, કમરની બીમારી સહિતની બીમારીઓમાં દર્દીઓને ઓનલાઈન એટલે કે વિડીયો કોલિંગ કરી માહિતગાર કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud