ભરૂચ LCB એ ઇન્જેક્શનોના કાળાબજાર કરતા તત્વોને ઝડપી પાડવા ઓપરેશન પાર પાડ્યું
રૂ. 3,000 અને રૂ. 899 ની MRP વાળા 2 કંપનીના ઇન્જેક્શનનો રૂ. 10,000 થી 15,000 સુધી ભાવ વસુલવાનો વેપલો
ફરાર ડોક્ટરને ઝબ્બે કરવા કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઇન્જેક્શન ક્યાંથી લાવતા અને અન્યની સંડોવણીની તપાસ શરૂ
WatchGujarat. કોરોના કાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર મેડિકલ માફિયાઓ દ્વારા જ કરાઈ રહ્યો હોવાનો ભરૂચ LCB એ હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વરથી ઘટસ્ફોટ થયો છે. i10 કારમાં Remdisivir ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા 2 આઓપીઓને LCB એ 9 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી લીધા છે. જોકે આ કાળા બજારીમાં સંડોવાયેલ ડો. સિદ્ધાર્થ મહિડા ફરાર થઈ ગયો છે.
અંકલેશ્વરથી LCB એ REMDESIVIR ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઉજાગર કર્યું છે. અંકલેશ્વરમાં કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા 2 શકશો ઝડપતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. પોલીસના દરોડામાં ડોકટર નાસી છૂટ્યો છે. કોરોનાના વધતા કેસો અને મૃત્યુ વચ્ચે સ્વજનોના જીવ બચાવવાની આશ ને લઇ લોકો REMDESIVIR ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે.
LCB PSI અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેમને કારમાં કેટલાક લોકો REMDESIVIR વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી. હાલ રેમડેસિવિર ઈન્જેકશના સંગ્રહ રાખવા પર મનાઈ છે. પોલીસે ગોઠેલા છટકામાં i10 કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના 2 યુવાનો તેમની પાસે પહોંચ્યા હતા. બન્નેની અટકાયત કરી જડતી લેવામાં આવતા REMDESIVIR ના 2 અલગ – અલગ કંપનીઓના 9 ઇન્જેક્શન મળી આવ્યા હતા.
પૂછપરછ બાદ આ બંને સાથે ડો સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી છે. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી LCB એ આ ટોળકી ઇન્જકેશન ક્યાંથી અને કેવી રીતે મેળવી કાળા બજાર કરી રહી હતી તેમજ આ વેપલામાં કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે.
રેમડેસિવિર બાદ 9 ઇન્જેક્શનો પૈકી 5 BDREM - 100 કંપનીના, જેની 1 ઇન્જકશનની આશરે કિમંત ₹3000 લેખે કુલ ₹15000 તેમજ Remdesivir for injection 100 mg , Cadila Health care Limitedના ₹899 નું એક , જે કુલ 4 મળી ₹ 3596 પોલીસે જપ્ત કર્યા છે.
સાથે જ બન્ને આરોપી પાસેથી ₹20,000 ના 2 મોબાઈલ ફોન, રોકડા ₹1.77 લાખ અને કાર મળી કુલ ₹7.15 લાખનો મુદ્દામાલ ૦૨ કબ્જે લેવાયો છે. GIDC પોલીસ મથકે ઝડપાયેલા 2 આરોપી અને વોન્ટેડ તબીબ સામે આવશ્યક ધારા ડિઝાસ્ટર એક્ટ અને કાળા બજારી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.