• જંબુસરના કાહનવા ગામે DGVCL ની ઉપેક્ષાથી વીજળી વગર ખેડૂતો મુશ્કેલીમાં
  • જિલ્લામાં 60,000 હેકટરમાં ખેતીને થયેલા નુકશાની અંગે 13 ટીમો સર્વે કરી રહી છે
  • વીજથાંભલા નમી પડવાથી વાયરો અકસ્માત થાય તેટલા નીચે આવી ગયા
  • ધરમપુર વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત

WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી તૌકતેનું તોફાન સમ્યાને એક અઠવાડિયાનો સમય વીતી ગયો છતાં દરિયાકાંઠાના ગામોમાં ખેતીવાડી એગ્રીકલચરનો વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા રોષે ભરાયેલા ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જંબુસર તાલુકાનાં કહાનવા ગામે વીજ કંપનીના પાપે એ.જી. કનેક્શન ખેતીવાડીના એક અઠવાડિયાથી બંધ હોઈ ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તમામ કૃષિ જોડાણો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે.

વાવાઝોડા અને વરસાદમાં પહેલાથી જ 60,000 હેકટરમાં ખેતીને નુકશાન જિલ્લામાં થયું છે, નુક્શાનીનો તાગ મેળવવા ખેતીવાડી શાખાની 13 ટીમો સર્વે કરી રહી છે. આવા સમયે ખેતી માટે 7 દિવસથી વીજળી જ ન મળતા ખેડૂતોને પડતા પર પાટુ પડી રહ્યું છે, વહેલી તકે વીજળી ન અપાઈ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

જંબુસર તાલુકાનાં કહાનવા ગામ 9700 ની વસ્તી ધરાવતું તાલુકામાં મોટું ગામ છે. કાહનવા ગામે નવ પરા વિસ્તારમાં સિત્તેર ટકા વસ્તી ખેતરમાં રહે છે. જ્યાં 972 હેક્ટર જમીનમાં ધરતીપુત્રો રવીપાક જેવા કે કપાસ, તુવેર, બાજરી, સુંઢીયુ સહિતના પાકો કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.

સરકારની યોજના મુજબ ખેતરોમાં એ.જી. કનેકશન આપવામાં આવેલ છે જેના થકી ખેડૂતો સમયસર પાક લઈ શકે તથા પશુધનને પીવાના પાણીની સગવડ મળી રહે ગત રવિવાર થી આ તમામ વિસ્તારોમાં લાઈટ નથી. આ વિસ્તારમાં પોલ એટલા બધા નમી ગયા છે કે, વીજ વાયરો ખુબ જ નીચે આવી ગયાં છે. જેનાથી અકસ્માતનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉપરાંત ધરમપુર વિસ્તારમાં સિંગલ ફેઝમાં પણ લો વોલ્ટેજ રહે છે. આ તમામ સમસ્યાઓને લઈ જંબુસર વીજ કચેરીના અધિકારીઓને અનેક વખત રજુઆતો કરી છે તથા ફરિયાદ નોંધાવી છે. છતાંય આજદિન સુધી  લાઈટ, થાંભલા, વાયરો, લો વોલ્ટેજ વિગેરેની સમસ્યા દૂર કરવામાં આવી નથી. જીઈબી અધિકારીઓની બેદરકારી નિષ્ક્રિયતાને લઈ ધરતીપુત્રોને શોષવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud