• ઝાડેશ્વર રોડ ઉપરના એપાર્ટમેન્ટના રહીશોની ઘણા સમયથી મોડી રાત્રે દુર્ગંધની ફરિયાદ હતી
  • ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય પવન સાથે દુર્ગંધ ફેલાતા સ્થાનિકોને રોગચાળાની દહેશત
  • ગ્રામ પંચાયતએ કોઈપણ જાતના ઠરાવ વિના હંગામી ધોરણે ડમ્પિંગ સાઇટ ઉભી કરી હોવાનો ઘટસ્ફોટ

WatchGujarat.  ભરૂચ જિલ્લામાં પણ કોરોના બાદ મ્યુક્રોમોસીસ મહામારી વચ્ચે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાંથી આખેઆખી ડમ્પીંગ સાઈટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. PPE કીટ, ઇન્જેક્શનો સહિત બાયોમેડિકલ વેસ્ટના નિકાલથી GPCB એ પણ દોડી આવી તપાસ હાથ ધરી છે.

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયત અવાવરું જગ્યાએ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ ઉભી કરી કચરાનો નિકાલ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ડમ્પીંગ સાઈટ ઉપર મોટી માત્રામાં દુર્ગંધ મારતો કચરો નજરે પડ્યો હતો. વાવાઝોડા અને વરસાદના કારણે આ વિસ્તારમાં દુર્ગંધ વધુ ફેલાતા  કેટલાય રહીશોની ફરિયાદો ઉઠી હતી.

કેટલાક જાગૃત લોકોએ દુર્ગંધ ક્યાંથી આવે તે દિશામાં તપાસ કરતા ઝાડેશ્વર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઊભી કરેલી ડમ્પિંગ સાઈડનો વિસ્ફોટ થયો છે. ડમ્પીંગ સાઈટ ઉપર મોટી માત્રામાં પંચાયતની હદમાં થી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓ કચરાનો નિકાલ કરતા હતા.

ગેરકાયદેસર ડમ્પીંગ સાઈટ મળી આવી હોવાની જાણ GPCB ના અધિકારીઓને થતા તેઓએ પણ સવારથી જ ડમ્પીંગ સાઈટ ઉપર ધામા નાખ્યા હતા. ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડની મુલાકાત જીપીસીબીના અધિકારીઓ લઇ તલાટી તથા અન્ય અધિકારીઓની પૂછપરછ કરી હતી. આ બાબતે ઝાડેશ્વર ગ્રામ પંચાયતે હંગામી ધોરણે ડમ્પિંગ સાઈડ ઊભી કરી હોવાનું સામે આવી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

પંચાયતની ડમ્પિંગ સાઇટ નજીક આવેલ નર્મદા નદીમાં જતા પ્રદૂષિત પાણીની કાંસ પાસે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ સાથે PPE કિટનો જથ્થો મળી આવ્યો હતો. બાયોમેડિકલ વેસ્ટ માં મોટી માત્રામાં વપરાયેલા ઇન્જેક્શનો પણ હતા. બાયોમેડિકલ વેસ્ટ પણ મળી આવતા જીપીસીબીના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જાહેરમાં જ આવી રીતે બાયોમેડિકલ વેસ્ટ નો નિકાલ કરાતો હોવાના પગલે કોરોના વચ્ચે લોકોના જીવનું જોખમ હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud