• ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પિટલ સામે આવેલ લક્ષ્મી નગરમાં રહેતી મહિલાએ અલફોલિક રેસિડેન્સીમાં ફલેટ ખરીદ્યો હતો
  • સ્ટેમ્પ પેપરમાં ચેડાં કરી 3 બિલ્ડરે નોટરી અને સ્ટેમ્પ વેન્ડરની સાઠગાંઠમાં લાખોની લોન લઈ ઉચાપત કરી છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ
  • એચ.ડી.એફ.સી બેંકમાં ₹ 30 લાખની હોમ લોન મંજૂર કરવી હતી

 

WatchGujarat. ભરૂચમાં નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડરના પત્નીએ 3 બિલ્ડરો, સ્ટેમ્પ વેન્ડર અને નોટરી(વકીલ) ના મેળાપીપણામાં  ₹36.50 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

ભરુચ શહેરના પટેલ વેલ્ફર હોસ્પિટલ સામે આવેલ લક્ષ્મી નગરમાં રહેતી સંધ્યા જોન અરુણકુમાર ડેની ડેવિડ ખ્રિસ્તીના પતિ ભારતીય નૌ સેનામાં લેફટનન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવે છે. જેઓએ વર્ષ 2017માં અલફોલિક રેસિડેન્સીમાં ફ્લેટ ખરીદીવાનું નક્કી કર્યું હતું. જે માટે દંપતીએ બિલ્ડર ઇબ્રાહિમ અહેમદ કોશિયા સાથે ફલેટના ₹ 37.50 લાખનો સોદો થયો હતો.

દંપતિએ બિલ્ડરના ભાઈ મજીદ અહેમદ કોશિયાના બેન્ક એકાઉન્ટમાં પ્રથમ ₹ 2.88 લાખ ચેકથી પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ નેવીમાં રહેલા પતિ જોન અરુણકુમાર ડેની ડેવિડ ખ્રિસ્તીએ લિન્ક રોડ ઉપર આવેલ એચ.ડી.એફ.સી બેંકમાં ₹ 30 લાખની હોમ લોન મંજૂર કરાવી હતી. જે ₹ 30 લાખમાંથી તેઓએ બિલ્ડરના ભાઈના ખાતામાં 21 લાખ અને ઈમરાન પીરમહમદ શેખના એકાઉન્ટમાં બાકીના ચેકથી જમા કરાવ્યા હતા.

તેઓએ કુલ ₹ 36.88 લાખ રૂપિયા ફ્લેટ માટે બિલ્ડર સહિત ત્રણ ઈસમોને આપ્યા હતા. બિલ્ડરો એ ફ્લેટ તૈયાર ન કરી દંપતીને ધક્કા ખવડાવતા હતા. ફ્લેટની સ્કીમ ફ્લોપ ગઈ હોય અને ફરીથી રિલૉન્ચ કરવાનું બિલ્ડરે કહેતા દંપતીએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી બિલ્ડર સહિત ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જેમાં બિલ્ડર ઇબ્રાહિમ કોશિયાએ બેન્કની લોનના હપ્તા ભરી આપવાનું કહી ₹ 8 લાખ પરત કર્યા હતા. જોકે લોનના હપ્તા ભર્યા ન હતા. બિલ્ડરે બાદમાં  જીગર રાજપરા પાસે સ્ટેમ્પ મેળવી બાંધકામના કરાર કર્યા હતા. અને જોન અરુણકુમાર ડેની ડેવિડ ખ્રિસ્તીના નામે સ્ટેમ્પ મેળવી વકીલ મહેન્દ્ર કંસારાએ નોટરી કરી ખોટી સહીઓ કરી બેન્કમાં રજૂ કરી ફરી લોનના નાણાં મેળવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. ફ્લેટ નહિ આપી ઉપરથી ₹36.50 લાખની છેતરપિંડીમાં સંધ્યા બેને 3 બિલ્ડર, નોટરી અને સ્ટેમ્પ વેન્ડર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud