• મુખ્યમંત્રી આવાસ યોજનામાં લઘુમતીને મકાનો ફાળવવામાં આવતાં હિન્દુ વિસ્તારના રહીશોએ હોબાળો મચાવ્યો
  • મામલે ધારાસભ્ય થી લઇને કાઉન્સિલરો અને અધિકારીઓ મારફતે સરકારમાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી
  • એક તરફ તંત્ર દ્વારા મતદાન વધુ થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે, બીજી તરફ અલગ અલગ જગ્યાઓ પર મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

WatchGujarat. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં શાંત અને સમૃદ્ધ ગણાતા ભાયલી અને તેની આસપાસમાં પથરાયેલી ટી.પી. 1 થી ટી.પી. 5 માં સરકાર દ્વારા આકાર લઇ રહેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં લઘુમતીને મકાનો ફાળવવામાં આવતાં સ્થાનીક રહીશોમાં વિરોધ ઉભો થયો છે.

ભાયલી અવેરનેસ ગ્રુપ દ્વારા આ મામલે ધારાસભ્ય થી લઇને કાઉન્સિલરો અને અધિકારીઓ મારફતે સરકારમાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ સુધી કોઇ જ નક્કર પરિણામ નહી આવતાં આખરે વિસ્તારના રહીશોએ તેમની માંગણી સંતોષવામાં નહી આવે તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. ગતરોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને વેળાસર નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.

વડોદરાના ભાયલીની આસપાસના ટીપી 1 થી 5 ના વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસના મકાનોમાં કેટલાક મકાનો લઘુમતીને ફાળવવામાં આવ્યાં હતા. છેલ્લા 2 માસથી આ વિસ્તારના રહીશો દ્વારા આ નિર્ણય અંગે ફેરવિચારણી કરીને ફાળવવામાં આવેલા મકાનો રદ્દ કરવા માટે સત્તાવાળાઓને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેની સાથે સાથે આ વિસ્તારને અશાંતધારામાં સમાવિષ્ટ કરવા માટે જણાવાયું હતુ. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ગતરોજ સ્થાનિક રહિશો અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માંગ સાથે કલેક્ટરને ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભાયલી અવેરનેસ ગ્રુપના નેતૃત્વ હેઠળ ગતરોજ પોસ્ટરો ,બેનરો સાથે સ્થાનિક રહિશો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રહિશો દ્વારા ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપવા માટે ભાયલી મહિલા વીંગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

ભાયલી વિસ્તારના અગ્રણીએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આવસોમાં અન્ય કોમોના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા અમારી માંગણી છે. અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીશું.

સ્થાનિક મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વિધર્મીઓને આવાસો ફાળવવામાં આવતાં વિસ્તારની શાંતિ આવનારા દિવસોમાં ડહોળાશે તેવી શક્યતાઓ છે. અમે ઇચ્છીએ કે, અમારા વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે અમારા વિસ્તારને વહેલી તકે અશાંતધારામાં સમાવેશ કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.અમારી માગણી સંતોષવામાં નહિ આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud