• બર્ડ ફ્લૂને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસ ના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં
  • જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું તાત્કાલિક અસર થી 60 દિવસ સુધી અમલમાં રહેશે
  • જાહેરનામા દ્વારા પશુપાલન વન પોલીસ જિલ્લા પંચાયત નગરપાલિકાઓ ને પ્રતિબંધના અમલ અને તકેદારી માટે જરૂરી પગલાં લેવા સૂચના
#Vadodara - બર્ડ ફલૂ ને પગલે એલર્ટ : વસનપુરા ગામની 1 કિલોમીટર ત્રિજ્યામાં પક્ષીઓને લાવવા - લઈ જવા પર પ્રતિબંધ
બર્ડ ફલૂ એલર્ટ

WatchGujarat. સાવલી તાલુકાના વેરાઈ માતાના ચોક, વસનપુરા ગામમાં કાગડાઓના મરણ ની ઘટના ઘટી હતી અને મરણોત્તર તપાસમાં આ કાગડા બર્ડ ફ્લુ એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝા નો ચેપ ધરાવતા હોવાનું પ્રતિપાદિત થયું છે.

તેને અનુલક્ષી ને આ ચેપના નિયંત્રણ ના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલની સૂચના થી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી. આર.પટેલે અસરગ્રસ્ત વિસ્તારમાં અવર જવર સહિતના વિવિધ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. જે તાત્કાલિક અસર થી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા દ્વારા પશુપાલન, વન, પોલીસ, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જેવા સંબંધિત વિભાગો ને ચેપ નિયંત્રક તકેદારી ના વિવિધ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.જ્યારે તેના ચુસ્ત અમલ માટે પોલીસ અધિકારીઓને અધિકૃત કરીને ,તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા અનુસાર શિક્ષાત્મક પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. #બર્ડ ફલૂ

જાહેરનામા પ્રમાણે વસનપુરા ગામની 1 કિલોમીટર ત્રિજ્યા વાળા મહેસૂલી વિસ્તારમાં ( ચેપગ્રસ્ત ક્ષેત્ર) ઇંડા,મરઘી,પક્ષીઓની હગાર, પૌલ્ટ્રિ ફાર્મના સાધનો અને સામગ્રી ઇત્યાદિ ને અસરગ્રસ્ત વિસ્તારમાં થી બહાર લઈ જવા કે લાવવાની મનાઈ રહેશે. મરઘાં પાલન, પોલ્ટ્રી નું કામ કરતા શ્રમિકો,અન્ય લોકોએ રક્ષણાત્મક પોષક એટલે કે ખેસ,માસ્ક, મોજાં, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવસ ઇત્યાદિ પહેરવાના રહેશે. સંબંધિત વિભાગો એ અસરગ્રસ્ત વિસ્તારમાં બહાર થી આવતાં પક્ષીઓ ખાસ કરીને પાણીના સંપર્કમાં ન આવે તે માટે જરૂરી ઉચિત પગલાં લેવાના રહેશે. અનિવાર્ય સંજોગો સિવાય આ વિસ્તારમાં પ્રવેશવા કે બહાર જવાની મનાઈ રહેશે. #બર્ડ ફલૂ

આ જાહેરનામા ની જોગવાઈઓ નો ભંગ કાયદેસર ની કાર્યવાહી ને પાત્ર ઠરશે. આ રોગ બહુધા ચેપવાળા પક્ષીઓના સંપર્કમાં આવતા પક્ષીઓમાં ફેલાય છે.માણસોમાં ભાગ્યેજ ફેલાય છે.પરંતુ આવા પક્ષીઓના સીધા સંપર્કમાં આવનારને ચેપ લાગવાની શક્યતા રહે છે.તેથી તકેદારીઓ નું પાલન જરૂરી છે.

સાવલીના વસનપુરા ગામે મૃત કાગડાઓના બર્ડ ફ્લુ સેમ્પલ પોઝીટીવ આવતા કલેક્ટર શાલિની અગ્રવાલે સમગ્ર વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવવા બેઠક યોજી હતી. આ બેઠકમાં પશુ પાલન વિભાગના દ્વારા કરવામાં આવતી કામગીરી અને બર્ડ ફ્લૂને ફેલાતો અટકાવવા માટેના અગમચેતીના પગલાં ભરવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ લોકોને બર્ડ ફ્લુની અંગેની જાણકારી અને ફરિયાદ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ શરૂ કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે સૂચના આપી હતી. #બર્ડ ફલૂ

નાયબ પશુપાલન નિયામક પી. આર. દરજી જણાવ્યુ કે, સાવલીના વસનપુરામાં મૃત કાગડામા H5N8 સ્ટ્રેન જોવા મળ્યો છે. જે પક્ષીમાંથી માનવમાં ફેલાતો ન હોવાથી ચિંતા કોઈ કારણ નથી. તેમ છતા સાવચેતીના ભાગરૂપે જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી-નિષ્ણાંતોની 34 ટીમ દ્વારા જિલ્લાના 219 પોલ્ટ્રી ફાર્મમાંથી બર્ડ ફ્લુના શંકસ્પદ કેસ શોધવા માટે સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તેમજ વસનપૂરા ગામની આજુબાજુના 0 થી 1 કિલોમીટરમીની ત્રિજ્યામાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. #બર્ડ ફલૂ

More #બર્ડ ફલૂ #bird flu #alert #district #authority #issue #notification #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud