• સાવલી વસંતપુરા હામમાં જ્યા મૃત કાગડા મળ્યા હતા 1 કી.મી સુધીનો વિસ્તાર પ્રતિબંધીત કરાયો
  • સાવચેતીના તમામ પગલા લેવા તંત્ર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો
  • 1 કીલોમિટર ત્રિજ્યામાં આવતા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને મરઘાં વેચાણ પર પ્રતિબંધ
  • બર્ડ ફ્લુની એન્ટ્રી થતા પક્ષી પ્રેમીઓમાં ચિંતા
  • ગતરોજ પાદરા નજીદ કબુતરોના મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યા હતા

#Vadodara : સાવલીમાં કાગળાઓના મોત બાદ મોકલાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો

WatchGujarat. સાવલીના વસંતપુરા ગામમાં તાજેતરમાં એક સાથે 25 થી વધારે કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને પગલે વિસ્તારમાં બર્ડ ફ્લુની દહેશત વ્યાપી હતી. વહીવટી તંત્ર દ્વારા કાગડાના સેમ્પલ વધુ તપાસ અર્થે ભોપાલની લેબોરેટરીમાં મોકલ્યા હતા. તેમાંથી બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે. અને ગતરોજ પાદરામાં મૃત્યુ પામેલા કબુતરોના મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.

સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં તાજેતરમાં સાંજ સમયે અચાનક ચકચારી ઘટના બની હતી. સમગ્ર પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હોય તેવા સમયે અચાનક 25 થી વધુ કાગડાઓ ભેદી સંજોગોમાં મોત થયા હતા. જેને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગામના સેવા ભાવી યુવાનોએ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા હતા. જો કે મામલાની જાણ પશુચિકીત્સા વિભાગને થતા તેઓ એક્શનમાં આવ્યું હતું.

મૃત કાગડાના પાંચ જેટલા સેમ્પલ વધુ તપાસ અર્થે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે ભોપાલની લેબોરેટરીમાંથી પરીક્ષણનું પરિણામ આવ્યું હતું. જેમાં ત્રણ કાગડાઓના સેમ્પલમાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો હતો. જેને પગલે વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી થઇ છે. સાવલીના સક્ષમ અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા ત્યાંથી મોકલવામાં મોકલવામાં આવેલા કાગડાના નમુનાઓમાં બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યાની જાણ કરવામાં આવી છે. આગામી સમયમાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

 

More #સાવલી #Bird flu #entry #Bird #lover #people #worried #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud