• દિવસેને દિવસે નવા વિસ્તારોમાં પક્ષીઓના અચાનક મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
  • તાજેતરમાં સાવલી નજીકન ગામમાં 30 જેટલા કાગડાઓના મોત નિપજ્યા હતા
  • રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળી આવતા બર્ડ ફ્લુની આશંકાના આધારે તપાસ ચાલુ

WatchGujarat. દેશમાં બર્ડ ફ્લુ કહેર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે નવા વિસ્તારોમાં પક્ષીઓના અચાનક મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં રીલાયન્સ ટાઉનશીપમાંથી એક સાથે ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ મળવાને કારણે ચકચાર મચી જવા પામી છે. મોરના મૃતદેહનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બર્ડ ફ્લુને કારણે અત્યાર સુધી સેંકડોથી વધુ પક્ષીઓના મૃત્યુ થયા છે. બર્ડ ફ્લુનો પ્રથમ કિસ્સો સાવલીના એક ગામમાં સામે આવ્યો હતો. જ્યાં એક સાથે 30 જેટલા કાગડાના મોત થયા હતા. ત્યાર બાદ રાજ્યમાં અનેક જગ્યાઓ પર પક્ષીઓના મોતના કિસ્સાઓ સામે આવ્યા હતા. રવિવારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટનો પ્રેસીડેન્ટ અરવિંદ પવારને રીલાયન્સ ટાઉનશીપમાં મોર મૃત્યુ પામ્યા હોવા અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખીને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર જઇને જોતા એક સાથે ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ મળી આવ્યા હતા.

સમગ્ર મામલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, મને કોલ મળવાની સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમારી એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે સ્થળ પરથી પ્રોટોકોલ પ્રમાણે ત્રણ મોરના મૃતદેહ રેસ્ક્યુ કર્યા છે. હાલ બર્ડ ફ્લુ ચાલી રહ્યો છે. તેવા સમયે મોરના મૃત્યુ પાછળનું એક કારણ બર્ડ ફ્લુ હોવાની શક્યતા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા મોરના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud