- હોસ્પિટલોએ જન્મ મરણની નોંધણી ગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમમાં કરવી પડશે
- જન્મ અને મરણની નોંધણી નાગરિકોએ નજીકમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર કરાવીને તેના સર્ટીફીકેટ મેળવી લેવાના રહેશે
WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા હસ્તકની જન્મ-મરણ શાખાની કેટલીક સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તારીખ 1 જાન્યુઆરીથી શહેર વિસ્તારની તમામ હોસ્પિટલોમાં થતાં જન્મ મરણ અને મૃત જન્મની નોંધણી વેબ આધારિત એપ્લિકેશન ઈ-ઓળખ એટલે કે ગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમમાં કરવાની રહેશે. #કોર્પોરેશન
Important Notice #VMCVadodara pic.twitter.com/qtY4KAEwaf
— VMC VADODARA (@VMCVadodara) December 29, 2020
તારીખ 1 જાન્યુઆરીથી ઘરે જન્મ અને મરણના બનાવની નોંધ કરવાનું કામ વોર્ડ ઓફિસમાં બંધ થશે. તેના બદલે જન્મ અને મરણની નોંધણી નાગરિકોએ નજીકમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર કરાવીને તેના સર્ટીફીકેટ મેળવી લેવાના રહેશે.
ઉપરાંત મે 2015 થી ડિસેમ્બર 2020 સુધીમાં થયેલા જન્મ અને મરણ અંગેની નકલો જે તે વોર્ડ ઓફિસથી મળી શકશે. જન્મ-મરણ શાખાની અન્ય કામગીરી જેમ કે 2020 અગાઉના બાળકના જન્મના પ્રમાણપત્રમાં નામ નોંધણી પ્રમાણપત્રમાં સુધારા વધારા વગેરે નવાપુરા સરદાર પટેલ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીએ થશે.