• ચુંટણી ટાણે નેતાઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન નહિ કરી પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકે છે
  • નિમિષાબેનના અનેક સંર્પકમાં નેતાઓ અને કાર્યકર્તાઓ આવતા તેઓ સુપર સ્પ્રેડર બન્યાની સ્થાનિકોમાં ચર્ચા
  • વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 35,918 પોઝિટિવ કેસ નોંધાયા

WatchGujarat. મોરવા હડફના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. પોતે અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા બાદ હવે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેને રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને પગલે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હોવાની વાત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નિમિષાબેનના અનેક સંર્પકમાં નેતાઓ અને કાર્યકર્તાઓ હતા. હાલમાં જ મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 35,918 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 286 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 30,536 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5096 એક્ટિવ કેસ પૈકી 297 દર્દી ઓક્સિજન ઉપર અને 185 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 4614 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 35,918 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5509, પશ્ચિમ ઝોનમાં 6426, ઉત્તર ઝોનમાં 7029, દક્ષિણ ઝોનમાં 6683, વડોદરા ગ્રામ્યમાં 10,235 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud