• અગાઉના નિષ્ક્રીય કોર્પોરેટરોનો કારણે બીજેપીના નવા ઉમેદવારો સમક્ષ લોકો કામ ન થયાનો વલોપાત ઠાલવી રહ્યા છે.
  • સીનીયર સીટીઝનની વાત સાંભળી ચર્ચા કર્યા સિવાય ઉમેદવારો કાર્ડ આપીને રવાના થયા.
  • બેશરમ સમર્થકોએ સિનિયર સિટીઝનનો અવાજ દબાવવા “ભારત માતા કી જય”ના સૂત્રો પોકાર્યા 
  • BJP દ્વારા કરવામાં આવતા પ્રચાર અને જમીની હકીકતમાં ભારે તફાવત
  • મિશન – 76 નું ખરૂ ભવિષ્ય મતદાતા જ નક્કી કરશે

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે લોકોનો આક્રોશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે હોય છે ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી જ નહીં દેખાતા નવા ઉમેદવારો ને લોકોના રોષનો ભોગ બનવું પડે છે.  BJPના ઉમેદવારોની ફેરણી દરમિયાન સિનિયર સિટીઝને વિસ્તારમાં વિસ્તારમાં કોઈ વિકાસના કામો ન થયા હોવાનું જણાવ્યું હતું. તેવા સમયે ફેરણીમાં હાજર BJP કાર્યકર્તાઓએ સિનિયર સિટીઝનનો અવાજને દબાવવા માટે ભારત માતાકી જય નામનાં સુત્રોચ્ચાર શરૂ કરી બેશરમીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેર પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન 76માં વોર્ડ નં. 13ના નારાજ મતદારો ગાબડું પાડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપ ના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર યાત્રા કાઢી ને કે પછી ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરીને મદદની માગણી કરી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટાભાગના નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ પ્રચાર માટે જાય છે તો પાંચ વર્ષમાં નિષ્ક્રિય રહેલા કોર્પોરેટરોને કારણે નવા આવેલા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન 76 અંતર્ગત તમામ બેઠકોને હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 19 ચૂંટણી વોર્ડમાં કોંગ્રેસ – ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો ના ઉમેદવારો ટેમ્પો ફેરવીને તો કેટલાક રેલી કાઢીને અથવા ડોર ટુ ડોર લોક સંપર્ક કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ લોકોના કામો થતાં નથી અને પ્રાથમિક સુવિધા આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી છે તેવી ફરિયાદો થતી રહી છે એટલું જ નહીં પાંચ વર્ષમાં ચૂંટાયા બાદ કોર્પોરેટ રોડ ક્યારેય દેખાયા જ નથી તેવી ફરિયાદો પણ લોકો તરફથી મળે છે

 વડોદરા લોકોના પ્રાથમિક સુવિધાના કામો નહીં થવાને કારણે નવા આવેલા ઉમેદવારો લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ લોકોમાં રહેલા રોષ ને કારણે લોકો અને ઉમેદવારો આમને સામને આવી જતા હોય છે જેથી અન્ય કાર્યકર્તાઓ ઉમેદવારોને ઝડપથી ત્યાંથી ચૂપચાપ નીકળી જવાની સલાહ પણ આપતા હોય છે.

આજે વોર્ડ નંબર 13 માં સવારથી ચૂંટણી પ્રચારની ફેરણી  માટે નીકળેલા ભાજપના ઉમેદવારો કોઠી ચાર રસ્તા પાસે આનંદપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક સિનિયર સિટીઝનો એ મત માગવા આવેલા ઉમેદવારોની સામે આક્રોશ ઠાલવ્યો હતો.

 સ્થાનિક સિનિયર સિટીઝન દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે પાંચ વર્ષ અગાઉ જે ઉમેદવારો હતા અને ચૂંટાયા બાદ આ વિસ્તારમાં ક્યારે ફરક્યા જ નથી આ વાત સાંભળીને હાલના નવા ઉમેદવારો એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.  સિનિયર સીટીઝનની વાત ધ્યાન પુર્વક સાંભળવાની જગ્યાએ કાર્યકરોએ ભારત માતાકી જયના સુત્રો પોકારવાનું શરૂ કરી દીધું હતું.

વોર્ડ નંબર 18 માં પણ ભાજપના કેટલા  કાર્યકર્તાઓ અને ઉમેદવાર વસાહતોમાં લોકસંપર્ક માટે ગયા હતા ત્યારે પણ તેઓને પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિક રહીશોએ પીવાના પાણીની તેમજ નળ કનેકશનો કાયદેસર કરી આપવા માટે નાણાં ભરપાઇ કર્યા છે છતાં કોઇ કાર્યવાહી થતી નથી તે અંગે રજુઆતો કરી હતી. આમ, ચુંટણી આવતાની સાથે સત્તાપક્ષના પ્રચારના મટીરીયલમાં વિકાસ દેખાય છે. પરંતુ તેની સામે કામોની જમીની હકીકત અલગ જ હોવાનું સામે આવી રહ્યું છે. તેવા સમયે મિશન – 76 કેટલા અંશે પુરૂ થશે તે મતદાતા જ નક્કી કરશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud