મિશન-76 લઇને ચાલતા ભાજપાના ઉમેદવારોને ફેરણીમાં લોકોના રોષનો ભોગ બનવો પડી રહ્યો છે.
તાજેતરમાં વોર્ડ-16 ની BJPની પેનલને સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું
રજૂઆતને આડેપાટે લઇ જવાતા સ્થાનિકે કહ્યું કે, પાલીકામાં તમારી સરકાર હતી. તો કામ કેમ ન કર્યું ?
WatchGujarat. શહેરમાં પાણીના પ્રશ્નો ગંભીર સમસ્યાઓ લોકો અનુભવી રહ્યા છે. આ અંગે કોઇ નક્કર કામગીરી કરવામાં ન આવતા શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશનનું પાણી ડહોળુ, અથવાતો દુર્ગંધ મારતું આવે છે. જો કે, હવે ચુંટણી નજીક આવતા મતમાંગવા માટે નેતાઓએ પ્રજા પાસે જવું પડી રહ્યું છે. તેવા સમયે લોકો હવે ઉમેદવારોને રોકડું પરખાવી રહ્યા છે. વોર્ડ નંબર – 16 માં ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના ઉમેદવારો મત માંગવા ગયા હતા. ત્યારે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. મામલાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.
https://twitter.com/watchgujarat/status/1362390149770829825?s=21
ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મિશન – 76 સાથે પાલીકાની તમામ બેઠકો કબ્જે કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે. જો કે ઉમેદવારો પ્રચારમાં જઇ રહ્યા છે, ત્યારે તેઓને જમીની હકીકત લોકોના રોષ સ્વરૂપે સામે મળી રહી છે. વડોદરા શહેરમાં પાણીનો જથ્થો મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદી મહત્વના જળસ્ત્રોત છે. તેમ છત્તા શહેરવાસીઓને પીવાના પાણીની સમસ્યા છેલ્લા કેટલાય વખતથી સતાવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાલીકા દ્વારા આપવામાં આવતું પાણી કાળા – પીળા રંગનું છે અથવાતો પાણીમાંથી દુર્ગંધ મારી રહ્યું છે. અથવાતો પાણી પુરતુ મળી રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વિકાસના મસમોટા દાવાઓ સાથે ચુંટણીમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને પ્રચાર દરમિયાન ગત ચુંટણીમાં ચુંટાયેલા ઉમેદવારો દ્વારા લોકોની પાયાની જરૂરીયાત પૂરી ન કરી શકવાને કારણે હવે લોકોના રોષનો ભોગ બનવો પડી રહ્યો છે.
ગુરૂવારે શહેરના વોર્ડ નંબર 16 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નરેશ રબારી, સ્નેહલબેન પટેલ ફેરણીમાં જઇ રહ્યા હતા. દરમિયાન પાણીની સમસ્યાને લઇને લાંબા સમયથી કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાની રજુઆત સ્થઆનિકે કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. જવાબમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્નેહલ બેને કહ્યું હતું કે, અમે નવા છીએ. વાતને આડેપાટે લઇ જવાતા સ્થાનિકોએ કહ્યું કે, પાલીકામાં તમારી સરકાર હતી. તો કામ કેમ ન કર્યું ? અમે વોર્ડ પ્રમુખને પાણી નહિ આવતું હોવાની અનેક ફરિયાદ કરી હતી. પરંતુ કોઇ અમારૂ સાંભળતું જ નથી. જો કે, આખરે સ્થાનિકની વાતનો કોઇ જવાબ નહિ હોવાથી ઉમેદવારો હા, તો સારૂ એમ કહીને ત્યાંથી ફેરણી ટુંકાવીને અન્ય વિસ્તારમાં પ્રચાર અર્થે ગયા હતા.