મોરવાહડફ વિધાનસભાબેઠક પર ચુંટાયેલા ઉમેદવારનું મૃત્યુ થતા પેટા ચુંટણી યોજાઇ હતી
આજે મોરવા હડફ બેઠકની સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી હતી
હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે કોરોનાને જવાબદાર ગણાવ્યો
Watchgujarat. પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીની રવિવારે મતગણતરી કરવામાં આવી હતી. આ બેઠક ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45,432 મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભાબેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ચોથી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર અગાઉ 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.
મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી હતી. મતગણતરીમાં 24 રાઉન્ડના અંતે ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45,432 મતોની લીડથી વિજય થયો હતો.
પાલિકાથી પંચાયતની ચુંટણી બાદ મોરવા હડફની પેટા ચુંટણી કોવિડ ગાઇડલાઇનને અનુસરીને કરવામાં આવી હતી. કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા ન હતા. જો કે, ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોવાથી તેઓ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હાર થઈ હોવાનું તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.