WatchGujarat. આવતી કાલે વડોદરા સહીત 6 નગર પાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે. આખરી સમયે મતદારોને આકર્ષવા માટે બીજેપી અને કોંગ્રેસના મુખિયાઓએ કટાક્ષપૂર્ણ પોસ્ટનો સહારો લીધો હતો. જેમાં બીજેપી દ્વારા કોરોના હાથ થી ફેલાય છે તેમ કહીને તેમની પાર્ટીને મત આપવાનું અપીલ કરી હતી. તો કોંગ્રેસ દ્વારા મુકવામાં આવેલી પોસ્ટમાં પ્રજાને છેતરનારા 'કમળ' ને હાથથી તોડી નાખવાની વાત કરવામાં આવી છે.
શહેરની ચૂંટણનીમાં પ્રથમ વખત કોઈ એક પક્ષ દ્વારા કરવામાં આવેલા પોસ્ટરનો જવાબ પોસ્ટર દ્વારા આપવામાં આવી હોવાની રોચક ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ બીજેપી દ્વારા કોરોનાને ધ્યાને રાખી, કોરોના હાથથી ફેલાય છે કમળથી નહિ. તેવા લખાણ વાળું પોસ્ટર સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું હતું. જયારે કોંગ્રેસ દ્વારા થોડાક સમય બાદ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં 25 વર્ષથી ભ્રષ્ટાચાર કરતા કમળને ઉખાડી ફેંકવા માટે પ્રજાને આવાહન કર્યું હતું.
આમ, ટેક્નોલોજીના યુગમાં મતદાન પહેલા બીજેપી અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટર વોર ચાલુ કરીને ડિજિટલ ગરમાવો લાવી દીધો હતો. પ્રથમ બીજેપી દ્વારા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વળતો જવાબ આપતું કટાક્ષપૂર્ણ પોસ્ટર અપલોડ કરવામાં આવ્યું હતું.