• હોસ્પિટલ વ્યવસ્થા, વેકસીનેશન, ઓક્સિજન બોટલ, ટિફિન વ્યવસ્થા, આઇસોલેશન, શબવાહીની, કોવિડ સ્મશાન અને અસ્થિ વિસર્જન માટે જિલ્લા પ્રમુખ, MLA સહિત 26 પ્રીતનિધિઓના નંબર જારી
  • કોઈપણ વ્યક્તિ કે દર્દીઓના સગા મોબાઈલ નબરો પર ફોન કરી માહિતી મેળવી શકવા સાથે વ્યવસ્થા પણ મળશે

WatchGujarat. વધતા જતા કોરોનાના દર્દીઓ, મૃત્યુઓ વચ્ચે ઘટતા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટરની સ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોવિડ 19 હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈપણ દર્દી કોવિડ હોસ્પિટલ, ઓક્સિજન બોટલ, ટિફિન, આઇસોલેશન, શબવાહીની, સ્મશાન અને અસ્થિ વિસર્જન માટે BJP MLA, જિલ્લા પ્રમુખ સહિત 26 જનપ્રતિનિધિઓનો સંપર્ક કરી શકશે.

ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોનાના દર્દીઓ, મૃત્યુઓ સામે ખૂટતા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન સહિતની સ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપે કોવિડ 19 હેલ્પ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં BJP દ્વારા કોવિડ-19 હોસ્પિટલ વ્યવસ્થા, વેકસીનેશન વ્યવસ્થા, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન બોટલ, ટિફિન સુવિધા, આઇસોલેશનની સગવડ, શબવાહીની વ્યવસ્થા તેમજ કોવિડ સ્મશાન અને અસ્થિ વિસર્જન માટે BJP કોવિડ19 હેલ્પ સેન્ટર ભરૂચ જિલ્લામાં શરૂ કરાયું છે.

જેમાં દર્દી કે દર્દીના સગાઓને કોરોના સંબંધિત આ વ્યવસ્થાઓ માટે ભરૂચ જિલ્લાની પ્રજાએ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ MLA દુષ્યંત પટેલ, ભાજપના મહામંત્રીઓ, મંત્રીઓ, ચૂંટાયેલા અન્ય જન પ્રતિનિધિઓ સહિત 26 લોકોના નંબર જાહેર કરાયા છે. જેના પર દર્દી કે તેના સગા મોબાઈલ પર સંપર્ક કરી જરૂરી માહિતી મેળવવા સાથે તેમને જરૂરી સુવિધા પણ પોતાના જન પ્રતિનિધિ પાસે થી મેળવી શકશે. હવે BJP નું આ કોવિડ19 હેલ્પ સેન્ટર જિલ્લામાં કેટલા દર્દીઓ કે તેમના સગાને બેડ, ઓક્સિજન, આઇસોલેશન ની વ્યવસ્થા અપાવવામાં કેટલું કારગર નીવડે છે કે, મદદરૂપ થાય છે તે જોવું રહ્યું.

વેન્ટિલેટર કે ઇન્જેક્શન માટે BJP હેલ્પલાઈનમાં કોઈ વ્યવસ્થા નહિ

ભરૂચ જિલ્લા ભાજપે જિલ્લામાં કોરોના ના દર્દી કે તેના સગા માટે શરૂ કરેલી કોવિડ 19 હેલ્પલાઇન વ્યવસ્થામાં વેન્ટિલેટર કે ઇન્જેક્શન માટે કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ દર્દીને વેન્ટિલેટર કે રેમડીસીવેર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની જરૂર હોય તો આવી ગંભીર સ્થિતિ માટે BJP COVID 19 હેલ્પ લાઈનમાં કોઈ વ્યવસ્થા કરાઈ નથી. એટલે કે તંત્ર સાથે ભાજપ પણ ઇન્જેક્શનની સુવિધા સાથે વેન્ટિલેટર ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં હાલ સમર્થ નથી.

સરકારી તંત્રને સમાંતર BJP ની કોરોના હેલ્પ લાઈન કેટલી હેલ્પફુલ થાય છે તેના પર નજર

સરકારી તંત્ર હાલ કોવિડ હોસ્પિટલો ઉભી કરવા સાથે કેર સેન્ટર બધારવા, બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડીસીવેર ઇન્જેક્શન માટે કમરકસી રહ્યું છે. જોકે વધતા જતા કોરોના દર્દીઓ વચ્ચે આ તમામ મોરચે એટલી ઝડપભેર સુવિધા અને વ્યવસ્થા સાથે જરૂરી ચીજવસ્તુ મળી રહી નથી. ત્યારે સરકારી તંત્ર ને સમાંતર ભરૂચ જિલ્લા BJP ની કોરોના હેલ્પ લાઈન લોકોને મદદરૂપ થાય છે તે અગત્યનું છે. જિલ્લા ભાજપ કહી રહ્યું છે કે, કોરોના સંબંધિત લોકોની મુશ્કેલીનું શક્ય ત્યાં સુધી નિવારણ લાવવા અમે બનતા બધા પ્રયાસો કરી સગવડ અપાવીશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud