• ભારતીય જનતા પાર્ટીના ચુંટણી ઇન્ચાર્જે ઠગાઇ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • દર્પણ શાહે અમદાવાદમાં રહેતા વ્યક્તિનું મકાન અન્ય કોઇને વેચી માર્યું
  • બિલ્ડર સામે અગાઉ પણ એક જ એકથી વધુ વ્યક્તિઓને વેચી અનેક સાથે છેતરપિંડી કર્યાના કિસ્સા સામે આવ્યા હતા
  • દર્પણ શાહ  સ્થાનિક અનેક રાજકીય અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે

WatchGujarat. એક જ મકાન બીજાને વેચી ગ્રાહક સાથે રૂ. 10.51 લાખની છેતરપિંડી કરનાર વાઘોડિયા રોડ ખાતે આવેલા સુખધામ રેસિડેન્સીના બિલ્ડર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ અગ્રણી તથા ભાગીદારો સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે ભાજપા અગ્રણી દર્પણ હરીશ શાહની ધરપકડ કરી છે.

આ બનાવની પ્રમાણે, નિકીતાબેન પરીનભાઇ પટેલ અમદાવાદ શાહપુરમાં આવેલા 2 / એ, જલકમલ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓએ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સુખધામ રેસિડેન્સીમાં ટાવર એ.એ.માં 501 નંબરનું મકાન બુક કરાવ્યું હતું. અને રૂ.10.51 સુખધામ રેસિડેન્સીના ભાગીદાર બિલ્ડર દર્પણ હરીશ શાહ ( રહે. શુક્લાનગર ) ને આપ્યા હતાં. તે સામે બિલ્ડર દર્પણ શાહે તા. 12.4.2016ના રોજ દસ્તાવેજ કરી આપ્યો હતો.

નિકીતાબેન પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બિલ્ડર દર્પણ શાહે અમને દસ્તાવેજ કરી આપેલા મકાન નંબર 501નો નંબર 505 કરી આ મકાન વર્ષ 2017માં રોનીત શાહને વેચી દીધું હતું. અને કબજો આપી દીધો હતો. બિલ્ડર દર્પણ શાહે મકાનમાં ટાઇલ્સ નાખવાના બહાને એક ચાવી પોતાની પાસે રાખી અમોને અંધારામાં રાખી વિશ્વાસઘાત કર્યો છે.

પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, આ બિલ્ડર સામે અગાઉ પણ એક જ એકથી વધુ વ્યક્તિઓને વેચી અનેક સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે અગાઉ પણ ફરિયાદો નોધાઇ હતી.

તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર દર્પણ હરીશ શાહને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. દર્પણ શાહ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામનો વતની છે. દર્પણ શાહની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં વડોદરા બિલ્ડર લોબીમાં અને છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ચકચાર મચી ગઇ છે. દર્પણ શાહના સ્થાનિક અનેક રાજકીય અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud