• ચૂંટણીની તારીખો જાહેર થતા આજથી રાજ્ય ભરમાં ભાજપના નિરક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે
  • ટિકિટ વાંચ્છુકોએ પોતાની અન્ય વિગતો સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ વિગતો દર્શાવી પડશે

WatchGujarat. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોની કામગીરી અને તેમની ક્ષમતા જોઇ ઉમેદવારની સ્થાનિક કક્ષાએથી પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે દસકાથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કેટલીક હદે બદલાઇ છે. પાર્ટી દ્વારા નિમવામાં આવેલા બહારના નિરીક્ષકો સમક્ષ ટિકિટ વાંચ્છુકોએ ઇન્ટર્વ્યુ આપવો પડે છે. તેમાં પણ ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા પરિચય પત્રકમાં પુછવામાં આવેલી વિગતો અચુક દર્શાવવાની હોય છે. ત્યારે ટેકનોલોજીની યુગમાં હવે ઉમેદવારોની પસંદગીમાં સોશિયલ મીડિયા ફેકટર મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર ગત રોજ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપે નિરિક્ષકોની નિમણૂંક કરી દીધી હતી. તેવામાં ટિકિટ વાંચ્છુકોની સેન્સ લેવાની પ્રક્રિયાનો રાજ્યભરમાં રવિવારથી પ્રારંભ થયો છે. આગામી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધવવા ઇચ્છતા કાર્યકરોને પાર્ટી તરફથી એક ખાસ ફોર્મ આપવામાં આવ્યું છે, જેને ભરીને નિરીક્ષકો સમક્ષ હાજર રહેવાની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

નિરીક્ષક સમક્ષ હાજર થતાં સમયે ટિકિટ વાંચ્છુકોએ આ પરિચય પત્રક સાથે લઇ જવાનુ હોય છે. ત્યારે આ પત્રકમાં પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવતી વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવેલી વિગતો અત્યંત રસપ્રદ છે. પત્રકમાં ઉમેદવાર પાસેથી પુરૂ નામ, સરનામુ, મોબાઇલ નંબર, વોર્ડ, વિધાનસભા, લોકસભા, પ્રાથમિક સંભ્ય નંબર, સક્રિય સભ્ય નંબર, પેજ કમીટીની વિગતો, આધાર નંબર, ચૂંટણી કાર્ડ નંબર જેવી વિગેરે માહિતી માંગવામાં આવી છે.

પરંતુ પત્રકના છેલ્લે માંગવામાં આવેલી વિગતો નોંધપાત્ર છે. જ્યાં ટિકિટ વાંચ્છુકના FACEBOOK, TWITTER અને INSTAGRAM આઇડી તથા તેમાં ફોલોઅર્સની સંખ્યા અંગેની વિગતો પુછવામાં આવી છે. જ્યારે પત્રકના અંતમાં સમપર્ણ નિધિ-2018માં કેટલુ યોગદાન આપ્યું છે ? શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિમાં કેટલુ યોગદાન આપ્યું છે આ સવાલોની સામેની ખાલી જગ્યા ટિકિટ વાંચ્છુકે ભરવાની છે.

જો કે ચુંટણીમાં ટીકીટ લેવા માટેના ફોર્મમાં દાન અને સોશિયલ મિડીયા એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યાના સવાલોએ લોકોમાં ચર્ચા જગાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud