• રાહુલ ગાંધી દ્વારા ગત રોજ આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતુ.
  • ભાજપ દ્વારા એક સાથે રાજ્યમાં તમામ કોંગ્રેસ કાર્યાલાય પર પહોંચી રાહુલ ગાંધી માફે માંગેના સૂત્રાચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું
  • વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ,મહામંત્રી સુનિલ સોલંકી સહિત અનેક કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી વિરોધ નોંધાવ્યો

 

WatchGujarat. રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. તેવામાં ભાજપના સ્ટાર પ્રચારક રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમજ પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનુ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. તેવામાં રાહુલ ગાંધી દ્વારા ગત રોજ ગુજરાતને અનુલક્ષી આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા વિવાદીત નિવેદનને પગલે પગલે સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે ઉમેદવારો પાસે મતદારોને રીઝવવા માટે ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં હજી ચૂંટણીનો પુરેપુરો રંગ જામતા દેખાતો નથી. ત્યારે ગત રોજ આસામમાં ચૂંટણી પ્રયાર દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, “ આસામના મજુરોને 167 રૂપિયા અને ગુજરાતી વૈપારીઓને ચાના બગીચા અપાયા છે. અમે આસામના ચાના બગીચામાં કામ કરતા મજુરોને 365 રૂપિયા અપાવીશું, જે ગુજરાતના વેપારીઓ પાસેથી વસુલવામાં આવશે”

રાહુલ ગાંધીના આ વિવાદીત નિવેદનથી ભાજપ છંછેડાયુ છે. જેથી સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ સમગ્ર રાજ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી રાહુલ ગાંધી માફી માગે તેવા સૂત્રોચ્ચાર કકરી વિરોધ પ્રદર્શન કરાયું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud