• મધુ શ્રીવાસ્તવની દિકરી નિલમ શ્રીવાસ્તવે ગોરજ જિલ્લા પંચાયતની સીટ પરથી ટીકીટ માંગતા મોવડી મંડળે નિલમને ટીકીટ ન આપી
  • નિલમ શ્રીવાસ્તવ અપક્ષમાં ફોર્મ ભરે તેવું મને લાગતું નથી,જો તે અપક્ષમાં ફોર્મ ભરશે તો શું કરવું તે પાર્ટી નક્કી કરશે – જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ (કોયલી)
  • વલણમાં મુસ્લિમ કેન્ડિડેટને ટીકીટ અપાઈ તે અમારો પક્ષ કોમવાદ નથી કરતા તે સાબિત કરે છે

WatchGujarat. ભાજપ પાર્ટી દ્વારા 11 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો, તાલુકા પંચાયતની 167 બેઠકો અને નગરપાલિકાની 88 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દિધા હતા. જેમાં સગાવાદના નિયમ પ્રમાણે મોવડી મંડળે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દિકરી નિલમ શ્રીવાસ્તવ ની ગોરજ જિલ્લા પંચાયતની બેઠક પરથી ટીકીટ કાપી નાખી હતી. આ ઉપરાંત પોર બેઠક માટે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને અક્ષય પટેલ દ્વારા એપીએમસી પ્રમુખુ પતિ શૈલેષ પટેલનું નામ સંગઠનને આપ્યું હતું, પરંતું સંગઠને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશોક પટેલને ટીકીટ આપીને પોતાનો હાથ ઉચો રાખ્યો છે.

ઉલ્લેખનિય છે કે, અશોક પટેલનું નામ પૂર્વ ધારાસભ્ય અને સંગઠનના કાર્યકર સતીશ નિશાળીયાએ સંગઠનને આપ્યું હતું. બીજી તરફ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુુત્ર દિપકની ભાજપે વોર્ડ નંબર 15માંથી ટીકીટ કાપતા તેને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી,પરંતું 3 સંતાનો મુદ્દે ભાજપના જ ઉમેદવારે વાંધો લઈ પુરાવા રજુ કરતા ચૂંટણી અધિકારીએ દિપકનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું.ત્યારે ફરી વખત મધુ શ્રીવાસ્તવની દિકરી નિલમ શ્રીવાસ્તવે ગોરજ જિલ્લા પંચાયતની સીટ પરથી ટીકીટ માંગતા મોવડી મંડળે નિલમને ટીકીટ ન આપી ગોરજ સીટ પરથી કલ્પનાબેન પટેલને ટીકીટ આપી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ (કોયલી)એ જણાવ્યું હતું કે, પાદરા નગરપાલિકા વોર્ડ નંબર – 4 અને શિનોર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. જેટલા પણ કાર્યકર્તાઓ એ ટીકીટ માંગી છે તે તમામ ભાજપ પક્ષના વફાદાર સૈનિક છે.એક જગ્યાએ એક સીટ હોય એક ઉમેદવારને જ ટીકીટ અપાય છે. મધુ શ્રીવાસ્તવની દિકરીએ જે ટીકીટ માંગી હતી તેની મને કોઈ જાણકારી નથી. જ્યારે નિલમ શ્રીવાસ્તવ અપક્ષમાં ફોર્મ ભરે તેવું મને લાગતું નથી,જો તે અપક્ષમાં ફોર્મ ભરશે તો શું કરવું તે પાર્ટી નક્કી કરશે.

અમારા વફાદાર કાર્યકર્તાઓ અપક્ષ કે બીજા પક્ષમાં જઈ ઉમેદવારી પત્ર નહી ભરે. જ્યારે વલણમાં મુસ્લિમ કેન્ડિડેટને ટીકીટ અપાઈ તે અમારો પક્ષ કોમવાદ નથી કરતા તે સાબિત કરે છે. જ્યારે પોરમાં અશોક પટેલને ટીકીટ અપાઈ છે, સંગઠનના નિર્ણય સામે ધારાસભ્યો કોઈ દખલ નથી કરતા,જેથી કોઈ ધારાસભ્ય આ અંગે નારાજ નહી થાય.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના પુત્ર અને દીકરી ની ટીકીટ કપાઈ જતા ધારાસભ્ય પાર્ટી થી નારાજ છે.પરંતુ બીજી તરફ પાર્ટીએ નારાજ ધારાસભ્યના ટેકેદારોને જરૂરથી ટિકિટ આપી છે.જેમાં વાઘોડિયા જિલ્લા પંચાયત પર નિલેશ પુરાણી,ગોરજ જિલ્લા પંચાયત પર કલ્પનાબેન પટેલ (આ જ સીટ પર ધારાસભ્યની દીકરીને ટિકિટ નથી મળી) અને કોટમ્બિ જિલ્લા પંચાયત પર રેશ્માબેન શંકરભાઇ વસાવાને પાર્ટીએ ટિકિટ આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud