• કરજણના ધારાસભ્યના પુત્રએ 76 વર્ષિય વૃદ્ધને પોતાની કાર વડે અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું
  • ગતરોજ સ્થાનિક પોલીસને પૂછતા આવો કોઈ બનાવ પોલીસ સુધી આવ્યો નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો
  • ધારાસભ્યના પુત્ર સામે ઘટનાના બીજા દિવસે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે
  • ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રનુ ખરૂ નામ “રિષી” છે જ્યારે પોલીસ ફરીયાદમાં તેનુ નામ રૂષિ અક્ષયભાઇ પટેલ જણાવવામાં આવ્યું છે. 

WatchGujarat. વડોદરા જિલ્લાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની કારે એક વૃદ્ધને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે કરજણ પોલીસે એક તબક્કે ભીનુ સંકેલવાનુ પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો રાજકીયા મોર્ચે ગરમાતા આખરે કરજણ પોલીસે ધારાસભ્યના પુત્ર રૂષી પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે, કરજણના મેથી ગામે મંગળવારે રાત્રે પંચાયત ઘર પાસે  76 વર્ષીય  સિનિયર સિટીઝન નાગજીભાઈ પટેલ મંદિરે થી પોતાના ઘરે પરત ફરતી વેળાએ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેમને અડફેટમાં લેતા તેમને માથા, હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ તેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી હોવાથી ચકચાર મચી જવા પામી હતી. પરંતુ સ્થાનિક પોલીસને પૂછતા આવો કોઈ બનાવો પોલીસ સુધી આવ્યો નથી તેવુ એક તબક્કે જણાવવામાં આવ્યું હતુ.

આખરે મૃતકના વડોદરાના ભાયલી ખાતે રહેતા ભાણેજ જિજ્ઞેશ પટેલે મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ કરજણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ કરજણ તાલુકાના મેથી ગામેથી ગીરીશભાઇ પટેલનો મને ફોન આવ્યો હતો. ગીરીશભાઇએ મને પુછ્યુ હતુ કે જીગા તુ ક્યાં, જેથી તેણે જણાવ્યું હતુ કે, હાલ હું કંડારી ગામ ખાનગી દવાખામાં સંતને લઇને આવ્યો છું હું થોડી વાર પછી ફોન કરૂ. ત્યારે ગીરીશભાઇએ જણાવ્યું કે, તારા કાકા નાગજીભાઇ પટેલને મેથી ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે એક્સીડન્ટ થયો છે અને તેઓનુ મૃત્યુ થયુ છે. આ સાંભળતા જ જિજ્ઞેશ તાત્કાલીક મેથી ગામે પહોંચી ગયો હતો. જ્યાં તેના કાકા નાગજીભાઇ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા જોવા મળ્યાં હતા.

તેમજ સ્થળ પર એક સિલ્વર રંગની કમ્પાસ જીપ કાર ઉભી હતી અને આજ કારના ચાલકે નાગજીભાઇને અડફેટે લેતા તેઓનુ મોત નિપજ્યું હતુ. આ કાર અંગે સ્થળ પર ઉભેલા સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, કાર રૂષી અક્ષયભાઇ પટેલનો પુત્ર ચલાવી રહ્યો હતો અને તેનો મિત્ર બાજુમાં બેઠો હતો. જોકે સ્થળ પર ઉભેલા કરજણ ધારાસભ્યના પુત્રની કારમાં કોઇ વ્યક્તિ જણાઇ આવી નથી. અકસ્માત સર્જાતા તેઓ સ્થળ પર ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે કરજણ પોલીસે ધારાસભ્યના પુત્ર રૂષી પટેલ સામે બેદરકારી પૂર્વક કાર હંકારી મોત નિપજાવવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud