• શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના પુત્રને પાર્ટીમાંથી ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
  • ભાજપના ઉમેદવારે દિપક શ્રીવાસ્તવના ફોર્મ સામે વાંઘો ઉઠાવતા મામલાની સુનવણી હાથ ધરવામાં આવી
  • ચુંટણી અધિકારી દ્વારા તપાસ કરાતા મામલો સ્પષ્ટ થયો અને દિપક શ્રીવાસ્તવને ગેરલાયક ઠેરવાયો

WatchGujarat. વાઘોડિયાના ભારતીય જનતા પાર્ટીના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને BJP માંથી ટીકીટ ન મળતા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવામાં આવી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર – 13 ના ભાજપના ઉમેદવાર આશિષ જોષી દ્વારા વાંધા અરજી રજુ કરવામાં આવી હતી. મામલાની તપાસ કરતા દિપક શ્રીવાસ્તવ દ્વારા ચુંટણીના નિયમોનો ઉલ્લંઘન કર્યો હોવાનું સામે આવતા તેને ગેરલાયક ઠેરવી તેનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારોના નામ જાહેર કરતા પહેલા પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગ મળી હતી. મિટીંગમાં ચુંટાયેલા પ્રતિનીધીના સગાને ટીકીટ નહિ સહિતના નિયમો નક્કી કરવમાં આવ્યા હતા. જેને કારણે ભારતીય જનતા પાર્ટીના પુર્વ કોર્પેરેટર અને વાઘોડિયાના ધારાસભ્યના પુત્ર દિપક શ્રીવાસ્તવની ટીકીટ આપવામાં આવી ન હતી. જો કે ટીકીટ નહિ મળતા દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ધારાસભ્યના પુત્રએ અપક્ષ ઉમેદવારી કરવા મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

#Vadodara – ઠોકશાહી : ફોર્મ ચકાસણી દરમિયાન દિપક મધુ શ્રીવાસ્તવના સમર્થકોએ કરી તોડફોડ, વાંધો રજૂ કરતા મામલો બિચક્યો

દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ અંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આશીષ જોષી દ્વારા વાંધો રજુ કરવામાં આવ્યો હતો. વાંધા અરજીને પગલે ફોર્મ ચકાસણી દરમિયાન ચુંટણી અધિકારી દ્વારા મામલાની સુનવણી હાથ ધરવામાં આવી હતી. વાંધો રજુ કરતા આશીષ જોષીએ રજુ કર્યું હતું કે, દિપક શ્રીવાસ્તવને ત્રણ બાળકો હોવા છત્તા સોગંદનામામાં બે બાળકો હોવાનું દર્શાવ્યું છે. જેને પગલે ચુંટણી સંચાલનના નિયમોના નિયમ – 8 ની જોગવાઇનો ભંગ થયો છે.

મામલાની સુનવણી દરમિયાન જન્મ મરણની શાખાના રેકોર્ડની ખાત્રી કરતા દિપક શ્રીવાસ્તવનો ઉમેદવારી પત્રમાં જણાવેલી વિગતોમાં ફેરફાર જણાઇ આવ્યો હતો. જેને પગલે તેઓને કાઉન્સિલર થવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. અને તેનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud