• કોરોના પોઝીટીવ અને કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં પણ વધારો થવાને કારણે હોસ્પિટલમાં બેડ અને સ્મશાનમાં ચિતાની સંખ્યામાં પણ વધારો કરાયો
  • ડો. વિજય શાહે 7 એપ્રીલના રોજ અલગ અલગ હોદ્દેદારોને જવાબદારી સોંપી હતી
  • સોમવારે મેયર, સાશક પક્ષના નેતા સહિતનાની હાજરીમાં અસ્થિ કુંભ વિસર્જન માટે લઇ જવાયા

WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીમાં રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીક એટલી હદે છે કે, લોકો મૃતકોના આસ્થિ લેવા માટે પણ સ્મશાને આવતા નથી. તેવા સમયે ભાજપાના શહેર પ્રમુખ દ્વારા લોકોને મદદ કરવા માટે હેલ્પલાઇન, અસ્થિ વિસર્જન તથા રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ અંગેની જાહેરાક કરવામાં આવી હતી. ડો. વિજય શાહે જવાબદારી સોંપ્યાના 12 માં દિવસે ચુંટાયેલા હોદ્દેદારો દ્વારા અસ્થી વિસર્જન માટે લઇ જવાયા હતા.

વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાને કહેર વધતા કોરોના કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તેની સાથે કોરોના પર લગામ કસવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા. દરમિયાન કોરોના પોઝીટીવ અને કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને હોસ્પિટલમાં બેડ અને સ્મશાનમાં ચિતાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે લોકોમાં તેનો ડર ઘર કરી ગયો છે. જેને લઇને સ્વજનની અંતિમ ક્રિયા બાદ તેના અસ્થિ લેવા જવા માટે પણ લોકો ડરતા હતા. જેથી સ્મશાનગૃહોના એક ખુણામાં અસ્થિઓના ઢગલા જોવા મળતા હતા. જેને લઇને શહેર ભાજપા પ્રમુખ એક્શનમાં આવ્યા હતા. અને અસ્થિઓનું વિસર્જન સહિત અન્ય જવાબદારી ભાજપના સભ્યોને સોંપી દેવામાં આવી હતી.

ડો. વિજય શાહે 7 એપ્રીલના રોજ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ રૂ. 1,700 નક્કી કર્યા હતા. અને જે અંગેનું જાહેરનામું ઓએસડી દ્વારા બહાર પાડવામાં આવશે તેમ પ્રેસનોટમાં જણાવાયું હતું. તેની સાથે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના હોસ્પિટલ બિલ તથા અન્ય સમસ્યાને લઇને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. અને મૃતકોના અસ્થિનું વિસર્જન કરવા માટેની જવાબદારી ચુંટાયેલા પ્રતિનીધીઓને આપવામાં આવી હતી. આમ , ત્રણ પ્રકારે લોકોને મદદરૂપ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડો. વિજય શાહ દ્વારા જવાબદારી સોંપાયાના 12 માં દિવસે અસ્થિ વિસર્જન માટે લઇ જવાયા હતા. જ્યારે હજી સુધી રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સ્થાનિક કક્ષાએ કોઇ ભાવ નક્કી કરવામાં આવ્યા નથી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા રીવાઇઝ કરેલા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. તથા ડો. વિજય શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન કેટલી કારગર છે તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud