• યુવા મોરચા વડોદરાના યુવા નેતા કૌશલ દવેનો સમાવેશ કરવામાં આવ્યો
  • પ્રદેશ કિશાન મોરચામાં વડોદરાના ડી. ડી. ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો
  • બક્ષીપંચ મોરચામાં ધર્મેશ પંચાલનો સમાવેશ કરવામાં આવ્યો

WatchGujarat.  ભારતીય જનતા પાર્ટીના મોડવી મંડળ દ્વારા પ્રદેશ યુવા મોરચાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ યુવા મોરચાની ટીમમાં વડોદરાના એક માત્ર યુવાનેતા કૌશલ દવેની નિમણુંક કરવામાં આવી છે. કૌશલ દવેની પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યમાં પંચાયતથી લઇને પાલિકાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત હાંસલ થયો હતો. કેટલીક જગ્યાએથી તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઉખેડી નાંખી હતી. ચુંટણીના પરિણામો બાદથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકી રહેલા હોદ્દાઓ પર નિમણુંક કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. આખરે બુધવારે સવારે ભાજપ પ્રદેશ યુવા મોરચા, પ્રદેશ કિશાન મોરચા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપ પ્રદેશ યુવા મોરચા વડોદરાના યુવા નેતા કૌશલ દવેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રદેશ કિશાન મોરચામાં વડોદરાના ડી. ડી. ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ધર્મેશ પંચાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રદેશ કક્ષાના માળખાની જાહેરાત બાદ હવે શહેરી કક્ષાએ યુવા પ્રમુખોની જાહેરાત થવાની શક્યતામાં વધારો થઇ રહ્યો છે. માનવામાં આવે છે કે, સંગઠનના હોદ્દેદારો માટે આવનારી વિધાનસભાની ચુંટણી પડકાર જનક રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud