• શહેર BJP પ્રમુખ દ્વારા મિશન 76 સાકાર કરવા માટેના લક્ષયાંક સાથે તૈયારીઓ શરુ કરવામાં આવી હતી
  • પ્રદેશ પ્રમુખના નિવેદનને કારણે મિશન પૂરું નહિ થાય તેવા આડકતરા સંકેતો મળ્યા
  • આગામી 5 વર્ષમાં નવા મિશન સાથે સત્તા પર બેસે અને પ્રાથમિક સુવિધાઓ સહિતના વિકાસલક્ષી કામો પૂર્ણ કરશે – સી. આર. પાટીલ

WatchGujarat. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે આજે વડોદરા આવ્યા હતા. જ્યાં સી.આર પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બે ફિગર પણ પાર કરી નહીં શકે. શહેર ભાજપ પ્રમુખનું મિશન 76 પૂરું નહિ થાય તેવો આડકતરો સંકેત પ્રદેશ પ્રમુખે આપ્યો હતો.

રાજેશ આયરેના વોર્ડમાં BJP પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-9માં શ્રી સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હલ્દી કુમકુમના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હાજરી આપી હતી. ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વડોદરાના એક દિવસના મહેમાન બનેલી સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ સામે આંકરા પ્રહારો કર્યા હતા. શહેર ભાજપના મીશન 76 મામલે તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસે ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ડબલ ફીગર મેળવી હતી. જ્યારે આ ચૂંટણીમાં તેઓ બે ફીગર પણ પાર નહીં શકે, વાત રહીં મીશન 76ની તો લોકશાહીમાં પ્રજાને તેમનો મત આપવાનો અધિકારી છે, જેથી એ નિર્ણય તેમની ઉપર છોડી દેવો જોઇએ. પ્રદેશ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે બે ફીગરમાં મેળવેલી સીટો આ વખતે સીંગલ ફીગરમાં થશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી, કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓપન થઈ ગયા હોવાથી ભાવ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ડબલ ફીગરમાંથી સીંગલ ફીગરમાં પણ આવે તો શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહનુ મીશન 76 અસફળ બનશે.

વડોદરામાં બ્રિજ માટે 225 કરોડ મંજૂર કરાયા

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા જે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે, તેનું વર્ણન કરવાની જરૂર નથી. વડોદરા શહેર માટે રૂપિયા 225 કરોડનો ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે સરકાર દ્વારા 100 કરોડ જ મંજૂર કરવામાં આવે છે, પરંતુ, વડોદરાની શહેરને ધ્યાનમાં રાખીને 225 કરોડ મંજૂર કરાયા છે, જેનું કામ થઈ રહ્યું છે. આગામી 5 વર્ષમાં નવા મિશન સાથે સત્તા પર બેસે અને પ્રાથમિક સુવિધાઓ સહિતના વિકાસલક્ષી કામો પૂર્ણ કરશે. ભાજપ દ્વારા જે પણ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કામ કરશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ને કોઈ ગંભીરતાથી લેતું નથી.

અંતમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાતીઓ વિરુદ્ધ ટ્વીટ કરીને અપમાન કર્યું છે. કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. આગામી સમયમાં પ્રજા તેમનો જવાબ આપશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud