• 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમદવાર અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો
  • સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49 ટકા મતદાન નોંધાયું હતું

#Vadodara - બરોડા ડેરીની ચૂંટણીમાં BJP સમર્થિત પેનલનો વિજય, જીતના ઉન્માદમાં કોરોના ભુલાયો
WatchGujarat. બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમદવાર અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં દિનેશ પટેલ(દિનુ મામા)નો વિજય થયો છે.

#Vadodara - બરોડા ડેરીની ચૂંટણીમાં BJP સમર્થિત પેનલનો વિજય, જીતના ઉન્માદમાં કોરોના ભુલાયો

મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા કોરોના ભુલાયો

સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49 ટકા મતદાન થયું હતું, ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી.આ સમયે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માત્ર એક કલાકમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજયી જાહેર કરાયા હતા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના એક ઉમેદવારને વિજયી જાહેર કરાયો હતો.

#Vadodara - બરોડા ડેરીની ચૂંટણીમાં BJP સમર્થિત પેનલનો વિજય, જીતના ઉન્માદમાં કોરોના ભુલાયો
વિજેતાઓના નામ

ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજય સરઘસ કાઢ્યું

ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં સુગમ ગેટથી ડેરી ગેટથી સરઘસ કાઢ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જીતેલા ઉમેદવારોના સમર્થકો હાજર રહ્યા હતા. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આમ જીતના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હતો. ચુંટણીમાં જીત જ બધું છે. પરંતુ કોરોનાને સહેજ પણ ઢીલાશથી લેવો જોઇએ નહિ.

More #બરોડા ડેરી #BJP #supported #penal #win #baroda #dairy #election #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud