• જિલ્લા પંચાયત, 9 પંચાયત, 4 પાલિકા પર ઇતિહાસમાં પેહલીવાર ભાજપનું રાજ
  • નેત્રંગ તાલુકા પંચાયતમાં 8 BJP, 5 BTP અને 3 કોંગ્રેસ ના ઉમેદવારો જીત્યા હતા
  • સત્તાનું સુકાન મેળવવા 1 કોંગ્રેસી વિજેતા ઉમેદવાર નો ટેકો
  • 16 માંથી 13 સભ્યો હાજર, 1 BTP અને 2 કોંગી વિજેતા ઉમેદવાર ગેરહાજર
  • પ્રમુખ તરીકે લીલા વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવા

WatchGujarat. ઇતિહાસમાં પહેલી વાર BJP એ ભરૂચ જિલ્લા પંચાયત સાથે 4 પાલિકા અને 9 તાલુકા પંચાયત કબ્જે કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં કોંગ્રેસ અને BTP નો વાઈટ વોશ થઈ ગયો હતો. ભાજપે જિલ્લાની તમામ 4 પાલિકા, અને 26 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં રેકોર્ડ બ્રેક બહુમતી હાંસલ કરી હતી.

સાથે જ 9 તાલુકા પંચાયત પેકી 8 માં ભાજપ બહુમતી સાથે આગળ રહ્યું હતું. નેત્રંગ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પેકી 8 BJP, 5 BTP અને 3 કોંગ્રેસ ને મળી હતી. સત્તા નું સુકાન હાંસિલ કરવાના ખેલમાં મનગળવારે 16 સભ્યો પેકી 13 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં BTP નો 1 સભ્ય વસુંધરા મનોજ વસાવા અને કોંગ્રેસના 2 સભ્ય સુભાષ વસાવા અને ઊર્મિલાબેન વસાવા ગેરહાજર રહ્યા હતા.

નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા બનાવવા માટે બહુમત 9 પેકી ભાજપ પાસે 8 હોય કોંગ્રેસ ના આંજોલી બેઠકના દિનેશ શંકર વસાવા ના ટેકા થી BJP નું બોર્ડ બન્યું હતું.

નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કોયલી માંડવી બેઠકના લીલાબેન માનસંઘ વસાવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે કરેઠા બેઠકના વંદન કરણ વસાવા ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીમાં ભાજપનો 9 મત અને BTP ને 4 મત મળ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud