કોરોના પોઝીટીવ દર્દીઓની જરૂરીયાત વધતા કાળાબજારીયાઓએ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી પૈસા કમાવવાનો ખેલ શરૂ કર્યો
રેમડેસીવીર ઇન્જેક્શનને લઇને લોકો હાલ અનેક અવ્યવસ્થાઓનો સામનો કરી રહ્યા છે
શહેરમાં ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફની મદદથી રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir injection) પર પ્રિન્ટ કરેલી રકમથી ઉંચા ભાવે વેચવાનું ષડયંત્ર ચાલતું હતું
સમગ્ર મામલે ડોક્ટર, તેનો મિત્ર તથા મુસ્લિમ મેડીકલ સેન્ટરના મેલ નર્સ સામે ગુનો નોંધાયો
WatchGujarat. શહેરમાં કોરોના વકરતા દર્દીઓની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં પ્રચંડ ઉછાળો આવ્યો હતો. પરંતુ હોસ્પિટલો પાસે માંગની સામે માત્ર સિમીત જથ્થો છે. જેને લઇને હવે કાળાબજારીયાઓ માર્કેટમાં દવા પર પ્રિન્ટ કરેલા ભાવથી ઉંચાભાવે ઇન્જેક્શનો વેચી રહ્યા છે. પરંતુ હવે કાળાબજારીયાઓને ડામવા માટે પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ચાલતા રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir injection) ઉંચા ભાવે વેચવાના કૌભાંડીઓ પર ત્રાટકી છે. રવિવારે રાવપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.
પોલીસ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી ડામવા માટે એક્શનમાં આવી
કોરોનાના કેસો વધતા શહેરમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ છે. એક તરફ કોરોનાના દર્દીઓને બેડ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે તેમના સ્વજનોને જીવન રક્ષક ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે તકનો લાભ લઇને હવે કાળાબજારીયાઓ રેમડીસીવીર ઇન્જેક્શન (Remdesivir injection) પર લખેલા ભાવ કરતા ઉંચાભાવે વેચી રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. પરંતુ હવે પોલીસ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી ડામવા માટે એક્શનમાં આવી છે. અને રવિવારે ડોક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવતી ઇન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ પકડી પાડ્યું હતું.
ઓડિયો ક્લીપના આધારે તપાસ શરૂ થઇ
પ્રથમ કિસ્સામાં પીસીબીના અ.હે.કો દિપેશસિંહ નરેશસિંહને રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થયા અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરતા એક મોબાઇલ નંબર મળી આવ્યો હતો. નંબર પર વાત કરીને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરીયાત છે તેમ જણાવવામાં આવ્યું હતું. ફોનમાં સામેથી જવાબ આવ્યો કે, ઇન્જેક્શના રૂ. 7,500 ચુકવવા પડશે. અને તે અંગે થોડીવારમાં જાણ કરવામાં આવશે. પોલીસે ત્યાર બાદ છટકું ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ડો. ધીરેન નાગોરાની ગાડીમાંથી શહેરની અન્ય ખાનગી હોસ્પિટલનું પ્રિસ્ક્રીપ્શન પણ મળી આવ્યું
અજાણ્યા ઇસમે ઇન્જેક્શન આપવા માટે મોડી રાત્રે રાવપુરા ટાવર પાસે બોલાવ્યા હતા. પોલીસે છટકું ગોઠવી દીધું હતું. તો ત્યાં પહોંચીને પોતા હાથ ઉંચો કરીને ઇન્જેક્શન વેચવા માટે આવેલા શખ્સે પોતાની ઓળખ આપી હતી. અને ગાડીમાં ઇન્જેક્શન આપવ માટે બોલાવ્યા હતા. ઇન્જેક્શનની આપલે વખતે જ પોલીસ ત્રાટકી હતી. અને શખ્સને રંગેહાથ પકડી પાડ્યો હતો. શખ્સ પાસેથી મળેલા રેમડેસીવીર ઇન્જેક્શન પર લખેલી કિંમત ચેકી નાંખવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં શખ્સે પોતાનું નામ ડો. ધીરેન નાગોરા (રહે- પાવનધામ સોસાયટી, વૈકુંઠ – 2 પાસે, ખોડીયાર નગર) જણાવ્યું હતું. પોલીસે ડો. ધીરેન નાગોરાની ગાડીમાંથી શહેરની અન્ય ખાનગી હોસ્પિટલના ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન પણ મળી આવ્યું હતું. ડોક્ટરે રેમડેસીવીર ઇન્જેક્શન પોતાના મિત્ર જીગા મારફતે કૃણાલ પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. પોલીસે ડોક્ટર પાસેથી રૂ. 5.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ડો. ધીરેન નાગોરા અને કૃણાલ સામે ડીઝાસ્ટર મેજેનમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અને તેની ધરપકડ કરી હતી.
ડો.ની કડકાઇ પુર્વક પુછપરછ કરતા તેણે મુસ્લિમ મેડીકલ સેન્ટરના મેલ નર્સ રાહુલ વાણંદનું નામ કબુલ્યું
બીજા કિસ્સામાં પી.સી.બી. ના ASI હરીભાઇ વિરમભાઇને ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં રેમડેસીવીર ઉંચાભાવે ખરીદ – વેચાણ કરવાની વાતો કરવામાં આવી હતી. ઓડિયો ક્લિપના આધારે તપાસ કરતા પોલીસ ડો. ધિરેન દલસુખભાઇ નાગોરા (રહે- પાવનધામ સોસાયટી, વૈકુંઠ – 2 પાસે, ખોડીયાર નગર) સુધી પહોંચી હતી. ત્યાર બાદ ડો.ની કડકાઇ પુર્વક પુછપરછ કરતા તેણે મુસ્લિમ મેડીકલ સેન્ટરમાં મેલ નર્સ તરીકે નોકરી કરતા રાહુલ વાણંદ પાસેથી ઇન્જેક્શન લાવતો હોવાનું જણાવ્યું હતું.
આજીજી કરતા રાહુલ રૂ. 9 હજારની કિંમતે ઇન્જેક્શન આપવા સહમત થયો
પોલીસે રાહુલ વાણંદને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસે ડો. ધિરેન પાસે રાહુલને સ્પીકર પર ફોન કરાવ્યો હતો. અને તેની પાસે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ કરવામાં આવી હતી. પ્રથમ રાહુલે ઇન્જેક્શન નથી તેમ કહી ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ આજીજી કરતા રૂ. 9 હજારની કિંમતે ઇન્જેક્શન આપવા સહમત થયો હતો. અને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઇન્જેક્શન આપવા બોલાવ્યા હતા.
રાહુલને પકડવા માટે પાણીગેટ વિસ્તારમાં છટકું ગોઠવાયું
પાણીગેટ પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતું. રાહુલ વાણંદ સ્થળ પર આવતાની સાથે ડોક્ટરે પોલીસને ઇશારો કર્યો હતો. અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રાહુલના ખીસ્સામાંથઈ રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યું હતું. જેના પર પ્રિન્ટ કરેલી કિંમત રૂ. 5,400 હતી. પોલીસે રાહુલ વાણંદ પાસેથી કોવિડ હેલ્થ કેર સેન્ટર, MGDY MMC & BMDA હરણખાના રોડ, પાણીગેટ વડોદરાનું કોવિડ 19 ફાયટર રાહુલ વાણંદ નામનું ફોટા વગરનું આઇડી કાર્ડ પણ મળી આવ્યું હતું. કાર્ડ પર ડો. એમ. હુસૈનના નામનો સિક્કો અને સહિ જોવા મળ્યા હતા.
પોલીસે આરોપી રાહુલ પાસેથી રૂ. 59,500 નો મુદ્દામાલ જપ્તો કર્યો હતો. અને તેની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.